હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
અમે જીત ભેટમાં આપી દીધીઃ કોહલી
કોહલીએ કહ્યું હતું કે ‘પ્રામાણિકતાથી કહું તો અમે તેમને મેચ ભેટમાં આપી છે. અમે હારવાના હકદાર હતા. અમે યોગ્ય રીતે પ્રોફેશનલી રમ્યા નહોતા. અમે સારી બોલિંગ કરી પરંતુ અમારી ફીલ્ડિંગ એટલી સારી નહોતી. અમે તેમને ફ્રીમાં જ ગિફ્ટ આપી દીધી’. આરસીબીના ફિલ્ડરોએ કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન રાણાને બે વખત જીવનદાન આપ્યું હતું, આ સિવાય જેસન રોયનો કેચ પણ છોડ્યો હતો.
IPL: કોલકાતાનો શાનદાર વિજય, કોહલીની અડધી સદી છતાં ઘરઆંગણે હાર્યું બેંગલોર
‘અમે સારી ભાગીદારી કરી શક્યા નહીં’
કોહલીએ ઉમેર્યું હતું કે ‘મેદાનમાં અમે બે તક ગુમાવી હતી, જેમાં અમને 25થી 30 રનનું નુકસાન થયું હતું. બેટિંગમાં અમે સારી સ્થિતિમાં હતા, પરંતુ છતાં અમે સરળતાથી ચાર-પાંચ વિકેટ ગુમાવી હતી. તે વિકેટ લેનાર બોલિંગ નહોતી પરંતુ અમે સીધા ફીલ્ડિંગ કરી રહેલા ખેલાડીઓના હાથમાં શોટ માર્યા હતા. વિકેટ ગુમાવ્યા બાદ પણ ટાર્ગેટનો પીછો કરતાં, એક ભાગીદારીએ અમને મેચમાં વાપસી કરાવી હતી. અમે બીજી સારી ભાગીદારી કરી શક્યા નહોતા.
કોહલીની અડધી સદી પણ ન અપાવી શકી જીત
કોલકાતાએ આપેલા 201 રનના લક્ષ્યનો પીછો કરતાં આરસીબી તરફથી વિરાટ કોહલીએ 37 બોલમાં છ છગ્ગાની સાથે 54 રન ફટકાર્યા હતા. આ સિવાય મહિપાલ લોમરોરે 34 અને દિનેશ કાર્તિકે 20 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી લેગ સ્પિનર વરુણ ચક્રવર્તીએ (27 રન પર ત્રણ વિકેટ) અને સુયશ શર્મા (30 રન પર બે વિકેટ) મળીને પાંચ વિકેટ લીધી હતી. આંદ્ર રસેલના (29 રન પર બે વિકેટ) ખાતામાં પણ બે વિકેટ આપી હતી. જ્યારે બેટ્સમેન જેસન રોય 29 બોલમાં પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે 56 રન તો કેપ્ટન રાણાએ 21 બોલમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 48 રન કર્યા હતા.
ICC Rankings: બાબરની સદી અને રિઝવાનના 98 પણ ન આવ્યા કામ, હજી પણ નંબર 1નો તાજ સૂર્યાના નામે
KKR vs RCB મેચમાં બન્યા કેટલાક રેકોર્ડ
– વિરાટ કોહલીના ટી20માં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 3 હજાર રન પૂરા થઈ ગયા છે. એક મેદાન પર આ કારનામું કરનારો કોહલી એકમાત્ર ખેલાડી છે. બાંગ્લાદેશના મુશ્ફિકુર રહીમે શેર બંગલા સ્ટેડિયમ પર 2989 રન બનાવ્યા છે.
– જેસન રોય અને એન જગદીસને કેકેઆર સામે ઓપનિંગમાં બેટિંગ કરતાં 83 રનની ભાગીદારી કરી હતી. આઈપીએલ 2022 બાદ કેકેઆર તરફથી પહેલી વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી હતી.
– કોલકાતા નાઈટ રાઈડર્સની આરબીસી સામે ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર સતત પાંચમી જીત છે. 2015માં છેલ્લી વખત આરસીબીએ પોતાના ઘરેલું મેદાનમાં કેકેઆરને હરાવ્યું હતું.
– કોલકાતાએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચોથીવાર 200 અથવા તેનાથી વધારે રન બનાવ્યા હતા. આ દરમિયાન સૌથી વધારે આ કરનારી મહેમાન ટીમ છે. ચેન્નઈ અને હૈદરાબાદે અહીં બે-બે વખત 200થી વધુ રન બનાવ્યા છે.
– આરસીબીના બોલર આ મેચમાં પાવરપ્લેમાં કોઈ વિકેટ લઈ શક્યા નહોતા. આ સીઝનમાં આવું પહેલીવાર થયું છે.
– જેસન રોયે શાહબાઝ અહમનની ઓવરમાં ચાર છગ્ગા માર્યા હતા. એક જ ઓવરમાં ચાર અથવા તેનાથી વધારે છગ્ગા ખાનર આરસીબીનો આ ત્રીજો બોલર છે.
Read latestCricket NewsandGujarati News