virat kohli, IPL: કોઈ ફરક નથી પડતો... સ્ટ્રાઈક રેટ પર હોબાળો મચાવનારાઓને કોહલીનો જડબાતોડ જવાબ - i dont care virat kohli shuts critics of his strike rate says i know how to win games after 100 vs srh in ipl

virat kohli, IPL: કોઈ ફરક નથી પડતો… સ્ટ્રાઈક રેટ પર હોબાળો મચાવનારાઓને કોહલીનો જડબાતોડ જવાબ – i dont care virat kohli shuts critics of his strike rate says i know how to win games after 100 vs srh in ipl


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ગુરુવારે રાત્રે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાની છઠ્ઠી સદી ફટકારી હતી. તેની સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટથી હરાવ્યું હતું. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પણ તોફાની બેટિંગ કરતાં 71 રન ફટકાર્યા હતા. કોહલી અને ડુપ્લેસિસે 171 રનની ભાગીદારી નોંધાવી હતી જેની મદદથી બેંગલોરે ચાર બોલ બાકી રાખતા 187 રનનો લક્ષ્યાંક આસાનીથી પાર પાડ્યો હતો.આઈપીએલની વર્તમાન સિઝનમાં ધીમી શરૂઆત માટે વિરાટ કોહલીની ઘણી વખત ટીકા કરવામાં આવી છે. જોકે, કોહલીએ મેચના પાવરપ્લેમાં 20 બોલમાં 32 રન ફટકાર્યા હતા અને 62 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જ્યારે કોહલીને પૂછવામાં આવ્યું કે શું હૈદરાબાદ સામે તેનો ખરાબ રેકોર્ડ (અગાઉ તેણે હૈદરાબાદ સામે 31.61ની સ્ટ્રાઈકરેટથી 20 મેચમાં 569 રન નોંધાવ્યા હતા) તેના મગજમાં હતો? આ માટે કોહલીએ ભારપૂર્વક કહ્યું કે આવી બાબતોથી કોઈ ફરક પડતો નથી.

કોહલીએ એમ પણ કહ્યું હતું કે તે પોતાની ટેકનિક પર ભરોસો રાખવાનું પસંદ કરે છે અને ફેન્સી શોટ્સ માટે ક્યારેય નહીં જાય. તેણે કહ્યું હતું કે, હું સાથી ખેલાડીઓને કહેતો હતો કે મને જે રીતે જોવામાં આવે છે તે સારું છે. હું ટીકાઓ અને ભૂતકાળના રેકોર્ડ્સ પર ધ્યાન આપતો નથી. આ મારી આઈપીએલની છઠ્ઠી સદી છે.

તેણે સ્ટ્રાઈક રેટની ટીકા કરનારાઓ વિશે કહ્યું જણાવ્યું હતું કે, મેં પહેલેથી જ મારી જાતને ઘણા તણાવમાં મૂકી દીધી છે. બહારનું કોઈ શું કહે છે તેની મને પરવા નથી, કારણ કે તે તેમનો અભિપ્રાય છે. જ્યારે તમે પોતે આ સ્થિતિમાં હોવ છો, ત્યારે તમે જાણો છો કે ક્રિકેટની રમત કેવી રીતે જીતવી અને મેં તે લાંબા સમય સુધી કર્યું છે. એવું નથી કે હું મારી ટીમ માટે જીતતો નથી.

તેણે તેના શોટ્સ વિશે કહ્યું હતું કે, હું ક્યારેય એવો બેટ્સમેન નથી રહ્યો જે ફેન્સી શોટ્સ રમે અને બિનજરૂરી રીતે પોતાની વિકેટ ફેંકેી દે. આઈપીએલ પછી ટેસ્ટ ક્રિકેટ છે, તેથી મારે મારી ટેકનિક પ્રમાણે રમવાનું છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર રવિવારે રાત્રે ગુજરાત ટાઈટન્સ સામે તેની છેલ્લી લીગ સ્ટેજની મેચ રમશે. પ્લેઓફ શરૂ થાય તે પહેલા આ છેલ્લી લીગ મેચ પણ હશે. ગુજરાત ટાઈટન્સ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *