IND vs PAK: રોહિત શર્માને નહોતી જીતની આશા, કોહલી અને પંડ્યા માટે કહી દિલ સ્પર્શનારી વાત
બાબર આઝમે કોહલીના કર્યા વખાણ
બાબર આઝમે કહ્યું હતું કે ‘જ્યારે પણ ભારત અને પાકિસ્તાન રમે છે, જ્યારે વધારે પ્રેશર હોય છે. કોહલી મોટો ખેલાડી છે પરંતુ તેની ટીમની વહેલી વિકેટો પડ્યા બાદ તે એ પ્રેશરમાંથી બહાર આવ્યો હતો. તે જે રીતે ઈનિંગ્સ રમ્યો, તેણે આખી મેચને પલટી નાખી. શરૂઆતમાં તે સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ તેની ઈનિંગ્સે આત્મવિશ્વાસ વધાર્યો. તમે જ્યારે પણ આવી મેચ જીતવા માટે સમક્ષ બનો છો, ત્યારે તમારામાં વ્યક્તિગત રીતે આત્મવિશ્વાસ આવી જાય છે’.
PICS: વિરાટ માટે ‘હનુમાન’ બન્યા રોહિત શર્મા, આ રીતે ‘કિંગ કોહલી’ને ખભે ઉંચકી લીધો
કોહલી અને પંડ્યાને મળ્યો જીતનો શ્રેય
રોહિત શર્માએ પણ ટીમ ઈન્ડિયાની જીતનો શ્રેય વિરાટ કોહલીને આપ્યો હતો અને કહ્યું હતું ‘મારી પાસે તેના માટે શબ્દો નથી. હેટ્સ ઓફ ટુ હિમ’, તો હાર્દિક પંડ્યાએ કોહલી માટે કહ્યું હતું ‘આ જ કારણથી તો તેને કિંગ કોહલી કહેવામાં આવે છે’. ઈન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે ‘હું મોહાલીમાં મારી ઈનિંગને અત્યારસુધીની શ્રેષ્ઠ માનતો હતો. પરંતુ આ મારી સર્વશ્રેષ્ઠ ઈનિંગ હતી. સાથે જ આ મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ પણ હતો’.
કોહલીએ પાકિસ્તાન પાસેથી આંચકી જીત
31 રન પર ચાર વિકેટ ગુમાવનારી ટીમ ઈન્ડિયાને કોહલીએ બચાવી હતી. જો કે, હાર્દિક પંડ્યાએ પણ તેને સારો સાથ આપ્યો હતો અને બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 100 રનની ભાગીદારી થઈ હતી. આ મેચમાં છેલ્લા બોલ પર આર અશ્વિને જેવો ચોગ્ગો ફટકાર્યો કે સ્ટેડિયમનો માહોલ જ બદલાઈ ગયો હતો. ટીમના તમામ ખેલાડીઓ દોડીને મેદાન પર આવી ગયા હતા અને કિંગ કોહલીને ચીયર કર્યું હતું. જીત બાદ સ્ટાર ક્રિકેટર ઈમોશનલ થયો હતો. જો કે, તેણે તેની લાગણીઓ પર કાબૂ રાખ્યો હતો.
Read Latest Cricket News And Gujarati News