પહેલા જ દડે આઉટ થયો કોહલી
વિરાટ કોહલી રાજસ્થાન રોયલ્સની સામે મેચના પહેલા જ દડે આઉટ થઈ ગયો. તેનો શિકાર ટ્રેન્ટ બોલ્ટે કર્યો. છેલ્લા કેટલાક સમયથી ટ્રેન્ટ બોલ્ટની સામે શરૂઆતની ઓવરમાં રન બનાવવાનું સરળ નથી રહ્યું. તે આ આઈપીએલમાં બે વખત પહેલી ઓવરમાં બે વિકેટ લઈ ચૂક્યો છે. વિરાટ કોહલી તેના અંદર આવતા બોલને મિસ કરી ગયો. તે પેડ પર આવીને લાગી અને અમ્પાયરે અપીલ પર આઉટ જાહેર કર્યો.
બીજી વખત મેચના પહેલા દડે આઉટ
વિરાટ કોહલી આઈપીએલમાં બીજી વખત પહેલા દડે આઉટ થયો છે. ગત સીઝનમાં પણ તે એક વખત મેચના પહેલા દડે પેવેલિયન પાછો ફર્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદના ડાબોડી સ્પિનર જગદીસન સુચિતે તેને આઉટ કર્યો હતો.
23 એપ્રિલનો ખરાબ રેકોર્ડ
આઈપીએલમાં 23 એપ્રિલના દિવસનો વિરાટ કોહલીનો રેકોર્ડ ઘણો ખરાબ રહ્યો છે. 2012માં તે પહેલી વખત આ તારીખે આઈપીએલમાં રમ્યો હતો. રાજસ્થાનની સામે એ મેચમાં વિરાટે 16 દડામાં 16 રન બનાવ્યા હતા. 2013માં પુને વોરિયર્સની સામે 9 દડા પર 11 રન બનાવી શક્યો હતો. પરંતુ, વર્ષ 2017માં કેકેઆર અને વર્ષ 2022માં હૈદરાબાદ સામે ગોલ્ડન ડક થયો. હવે ફરી એકવખત તે ગોલ્ડન ડક થઈ ગયો છે. એટલે કે, 23 એપ્રિલે સતત ત્રીજી વખત વિરાટ ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો.