virat kohli dance, Video: હાથમાં બેટ પકડી નોર્વેના ક્વિક સ્ટાઈલ ડાન્સ ગ્રુપ સાથે વિરાટ કોહલીએ લગાવ્યા ઠુમકા - virat kohli shakes his leg with norwegian dance group quick style

virat kohli dance, Video: હાથમાં બેટ પકડી નોર્વેના ક્વિક સ્ટાઈલ ડાન્સ ગ્રુપ સાથે વિરાટ કોહલીએ લગાવ્યા ઠુમકા – virat kohli shakes his leg with norwegian dance group quick style


ક્રિકેટના મેદાનમાં પોતાના બેટ વડે ધમાકેદાર પ્રદર્શન હોય કે પછી મેદાનની બહાર હોય પરંતુ વિરાટ કોહલી પોતાના ચાહકોનું ભરપૂર મનોરંજન કરતો રહે છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પૂરી થયા બાદ કોહલી હાલમાં મુંબઈ પરત ફર્યો છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની સીરિઝ 2-1થી જીતી લીધી હતી. તેની ચોથી અને અંતિમ ટેસ્ટ અમદાવાદમાં રમાઈ હતી. અમદાવાદ ટેસ્ટ ડ્રો રહી હતી અને આ મેચ પૂરી થયા બાદ કહોલી મુંબઈ પરત ફર્યો હતો. કોહલી હાલમાં જ મુંબઈ આવેલા નોર્વેના ડાન્સ ગ્રુપ ક્વિક સ્ટાઈલને મળ્યો હતો. એટલું જ નહીં કોહલીએ આ ગ્રુપ સાથે ડાન્સ પણ કર્યો હતો.

કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્રુપ સાથેની તસ્વીર શેર કરી હતી અને લખ્યું હતું, ‘અનુમાન લગાવો હું મુંબઈમાં કોને મળ્યો હતો.’ બાદમાં ક્વિક સ્ટાઈલ ગ્રુપે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં કોહલી આ ગ્રુપ સાથે ડાન્સ કરતો જોવા મળે છે. આ વિડીયોમાં ડાન્સ ગ્રુપનો એક સભ્ય હાથમાં ક્રિકેટ બેટ પકડીને ઊભો છે. પરંતુ તેને ખબર નથી પડતું કે આનું કરવું શું. ત્યારે ભારતીય ટીમની ભૂતપૂર્વ સુકાનીની એન્ટ્રી થાય છે અને તેને બેટનો ઉપયોગ કરતા શીખવાડે છે. ત્યારબાદ ગ્રુપના અન્ય સભ્યો આવે છે અને બધા ડાન્સ કરવા લાગે છે.

નોર્વેના ડાન્સ ગ્રુપ ક્વિક સ્ટાઈલમાં બધા જ છોકરાઓ છે. આ ગ્રુપે ઘણા ભારતીય ગીતો પર ડાન્સ કર્યો છે અને તેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તે ભારતમાં પણ લોકપ્રિય બની ગયું હતું. આ ગ્રુપે બોલીવુડના ગીતો ‘સાડી ગલ્લી’થી લઈને ‘તનુ વેડ્સ મનુ’ અને ‘કાલા ચશ્મા’થી લઈને ‘બાર બાર દેખો’ ગીતો પર અનોખા સ્ટેપ્સ સાથે ડાન્સ કર્યો હતો. તેમના વિડીયો ભારતમાં પણ લોકપ્રિય બન્યા છે.

બીજી તરફ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝ પૂરી કરી છે અને હવે તે 17 માર્ચથી ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ત્રણ વન-ડે મેચની સીરિઝમાં રમતો જોવા મળશે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ કોહલી માટે વધારે સારી કહી શકાય તેવી રહી ન હતી. પરંતુ અમદાવાદમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં તેણે લાજવાબ ઈનિંગ્સ રમી હતી અને પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. જે તેની કારકિર્દીની 75મી આંતરરાષ્ટ્રીય સદી હતી. આ સદી ટેસ્ટ ક્રિકેટમાં અઢી વર્ષ બાદ કોહલીની પ્રથમ સદી હતી.



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *