Virat Kohli Birthday, Virat Kohli Birthday: ક્રિકેટના દરેક ફોર્મેટનો ઉસ્તાદ છે વિરાટ, સમયની સાથે બદલાયો છે ‘કિંગ કોહલી’નો અંદાજ - virat kohli birthday special former captain who is expert in all formats of cricket

Virat Kohli Birthday, Virat Kohli Birthday: ક્રિકેટના દરેક ફોર્મેટનો ઉસ્તાદ છે વિરાટ, સમયની સાથે બદલાયો છે ‘કિંગ કોહલી’નો અંદાજ – virat kohli birthday special former captain who is expert in all formats of cricket


મેલબર્ન- આજે કિંગ કોહલી તરીકે ઓળખાતા ક્રિકેટર વિરાટ કોહલીનો જન્મદિવસ છે. વિરાટ કોહલીના ફેન્સ તેને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે, પરંતુ ઓસ્ટ્રેલિયામાં આમ પણ પાછલા થોડા સમયથી જાણે વિરાટ ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. અત્યારે વર્લ્ડ કપ લીગ ચાલી રહી છે અને વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા સાથે એક મહિનાથી ઓસ્ટ્રેલિયામાં છે. નેટ પ્રેક્ટિસ હોય કે પછી અભ્યાસ માટેની મેચ હોય, પાકિસ્તાન સામેની ટક્કર હોય કે પછી નેધરલેન્ડ સામેની મેચ હોય, કોહલી પ્રત્યે લોકોનું સન્માન દરેક મેચમાં જોવા મળ્યું. ઓસ્ટ્રેલિયામાં મોટી સંખ્યામાં લોકો વિરાટ કોહલીના ફેન્સ છે. અગાઉ પણ વિરાટ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ, વનડે અને ટી-20માં પોતાનો કમાલ બતાવી ચૂક્યો છે. 70 વર્ષના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયાની જમીન પર ટેસ્ટ સીરિઝ જીતનાર પ્રથમ સુકાની પણ વિરાટ કોહલી જ બન્યો હતો. ઓસ્ટ્રેલિયાને વિરાટની કર્મભૂમિ પણ કહી શકાય. અને શક્ય છે કે આ સીરિઝના અંતે વિરાટ પોતાના ફેન્સને અને પોતાને એક મોટી ભેટ આપે.

વર્લ્ડ કપમાં કોહલી અત્યાર સુધી એક જ વાર આઉટ થયો છે. વિરાટ જ્યારે બેટિંગ કરવા મેદાન પર ઉતરે છે ત્યારે એવુ લાગે છે જાણે તે ટી-20 ફોર્મેટમાં ટેસ્ટ ક્રિકેટની એકાગ્રતા, વન-ડે ક્રિકેટનું વ્યાકરણ અને ટી-20ની ચપળતા એકસાથે પોતાના બેટમાં સમેટીને લાવ્યો છે. વિરાટને જોઈને લાગે છે કે, જાણે તે સાબિત કરવા માંગતો હોય કે, ટેસ્ટ ક્રિકેટમાં સર ડોન બ્રેડમેનની સરખામણી કોઈની સાથે ના થઈ શકે, વનડે ક્રિકેટમાં વિવિયન રિચર્ડ્સ અને સચિન તેંડુલકર અદ્ભુત છે, ટી-20માં એબી ડિવિલિયર્સ…પણ ક્રિકેટના તમામ ફોર્મેટમાં એક અસાધારણ સ્થિરતા જો કોઈ ક્રિકેટરે દર્શાવી હોય તો તે કદાચ કોહલી જ છે.

આ સીરિઝમાં કોહલીનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. કોહલી હવે ખુલીને હસે છે. તે કિંગ હોવા છતા સામાન્ય લોકોની જેમ જ નમ્ર રહે છે. કોહલી પોતાના ઉગ્ર સ્વભાવને કારણે ઓળખાતો હતો, પરંતુ હવે તેનો અંદાજ બદલાયો છે. લગભગ 16 વર્ષ પછી જ્યારે અમારા સહયોગી વિમલ કુમાર સાથે એડિલેડમાં વિરાટની મુલાકાત થઈ તો વિમલે તેમને પૂછ્યું કે આ પહેલાની મુલાકાત તમને યાદ છે? વિરાટ કોહલીએ કહ્યું કે, શું ભાઈ, હું કેમ ભૂલીશ? આ પહેલા બ્રિસબેનમાં પણ વિરાટ સામેથી અમારા સહયોગી વિમલ પાસે આવ્યો હતો અને ખબરઅંતર પૂછ્યા હતા. વિરાટ હવે તમામ લોકોને અલગ અંદાજમાં મળે છે.

ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં એક વિસ્તાર એવો પણ છે જેને કોહલી રોડ કહેવામાં આવે છે અને તેના ઘર નંબર 18માં એક ભારતીય રહે છે. 18 વિરાટની જર્સીનો નંબર છે. આ ભારતીયની ઈચ્છા છે કે કોઈ દિવસ વિરાટ કોહલી તેના ઘરે આવે અને જુવે કે વિદેશમાં પણ તેના ફેન્સની કમી નથી. જો વિરાટ સેમીફાઈનલ અને ફાઈનલમાં પણ પર્ફોર્મન્સ જાળવી રાખશે તો પોતાના માટે અને દેશવાસીઓ માટે વર્લ્ડ કપ સ્વરુપે એક રિટર્ન ગિફ્ટ પાક્કું લાવશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *