Virat Kohli and Ishan Kishan dance, શ્રીલંકાને હરાવ્યા બાદ વિરાટ કોહલી અને ઈશાન કિશને ડીજેના તાલે કર્યો જોરદાર ડાન્સ - ind vs sl: virat kohli and ishan kishan dance after winning 2nd odi against sri lanka

Virat Kohli and Ishan Kishan dance, શ્રીલંકાને હરાવ્યા બાદ વિરાટ કોહલી અને ઈશાન કિશને ડીજેના તાલે કર્યો જોરદાર ડાન્સ – ind vs sl: virat kohli and ishan kishan dance after winning 2nd odi against sri lanka


કોલકાતા: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને યુવા વિકેટકીપર ઈશાન કિશનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બંને જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનનો છે. આ મેદાન પર 12 જાન્યુઆરી એટલે કે, ગુરુવારે ભારતીય ટીમે શ્રીલંકાને ચાર વિકેટે હરાવ્યું હતું. આ નિર્ણાયક જીત પછી ભારતીય ટીમે ઘણી ધમાલ-મસ્તી કરી વિજયની ઉજવણી કરી હતી.

ઈશાન કિશન આ મેચની પ્લેઈનિંગ ઈલેવનનો ભાગ ન હતો, પરંતુ ટીમની ધાંસૂ જીત પછી ઘણો ડાન્સ કરતો જોવા મળ્યો. કિશને બાંગ્લાદેશ સામે વન-ડે સીરિઝની છેલ્લી મેચમાં રેકોર્ડ બેવડી સદી ફટકરી હતી. તે પછી આશા હતી કે, તેને શ્રીલંકા સામે વન-ડે સીરિઝમાં તક મળશે, પરંતુ રોહિત શર્માએ તેના બદલે શુભમન ગિલ પર ભરોસો બતાવ્યો હતો અને ઓપનિંગ માટે પસંદ કર્યો. ગિલે પહેલી મેચમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે બીજી વન-ડેમાં 21 રન બનાવ્યા હતા.

આ મેચમાં શ્રીલંકાની ટીમે પહેલી બેટિંગ કરતા 39.4 ઓવરમાં બધી વિકેટ ગુમાવી 215 રન બનાવ્યા હતા, જ્યારે ભારતે 6 વિકેટ ગુમાવી 219 રન બનાવી મેચ જીતી લીધી હતી. મેચમાં કુલદીપ યાદવ અને સિરાજએ સૌથી વધુ 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે કે એલ રાહુલએ બેટિંગમાં કમાલ બતાવી હતી. નાજુક સમયે રાહુલે જોરદાર બેટિંગ કરી અને અણનમ 64 રનની ઈનિંગ્સ રમતા ભારતની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

ભારતે સતત બે મેચ જીતી સીરિઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. સીરિઝની ત્રીજી અને છેલ્લી વન-ડે તિરુવનંતપુરમમાં રમાશે. આ મેચમાં શ્રીલંકાને ક્લીન સ્વિપ કરવાનો ભારત પૂરતો પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ ગુવાહાટીમાં શાનદાર સદી ફટકારી હતી, પરંતુ કોલકાતામાં તે માત્ર ચાર રન બનાવી આઉટ થઈ ગયો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *