virat kohli, વિદેશી ધરતી પર કોહલીના ફોર્મ પર ઉઠ્યા સવાલ તો ભડક્યો કેપ્ટન રોહિત, આ રીતે કર્યો બચાવ - i have answered this a lot of times rohit irked with question on virat kohli

virat kohli, વિદેશી ધરતી પર કોહલીના ફોર્મ પર ઉઠ્યા સવાલ તો ભડક્યો કેપ્ટન રોહિત, આ રીતે કર્યો બચાવ – i have answered this a lot of times rohit irked with question on virat kohli


વિદેશી ધરતી પર વિરાટ કોહલીના ફોર્મ સાથે જોડાયેલા સવાલો પર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ જવાબ આપ્યો છે. કોહલીએ પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં સદી ફટકારી હતી, જે વિદેશી ધરતી પર પાંચ વર્ષ પછી વિરાટ કોહલીની પ્રથમ સદી હતી. વિરાટ કોહલીએ પાંચ વર્ષ બાદ વિદેશની ધરતી પર ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ સાથે જ કોહલીના ફોર્મ પર ઉઠતા સવાલો પર રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું છે.

પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે વિરાટ કોહલીના ફોર્મને લઈને સવાલ પૂછ્યો હતો, તેણે પૂછ્યું હતું કે શું કોહલીને મોટી ઈનિંગ્સ ન રમી શકવાની ચિંતા છે. જેના જવાબમાં રોહિત શર્મા જણાવ્યું હતું કે, મેં આ સવાલનો ઘણી વખત જવાબ આપ્યો છે. આ બધી બાહ્ય વસ્તુઓ છે. અમે જાણીએ છીએ કે ટીમમાં શું થાય છે. અમે તેના પર ધ્યાન આપતા નથી. અમારે મેચ અને સિરીઝ જીતવી છે, નહીં કે કોણ શું કહે છે. અમને તેની પરવા નથી.

ભારતીય કેપ્ટને વનડે સિરીઝ જીતવાને મહત્વ આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, અત્યારે પ્રાથમિકતા વનડે શ્રેણી જીતવાની છે. મેં ઘણી વખત કહ્યું છે કે અમે ટીમની અંદરની વસ્તુઓને અંદર રાખવા માંગીએ છીએ અને ભવિષ્યમાં પણ તે જ કહીશું. વિરાટ કોહલીએ પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની તેની 500મી આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન સદી ફટકારી હતી. આ પહેલા તેણે ડિસેમ્બર 2018માં વિદેશમાં સદી ફટકારી હતી.

ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી જીતી હતી
વન-ડે શ્રેણી પહેલા વેસ્ટ ઈન્ડિઝ અને ભારતીય ક્રિકેટ ટીમ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. બે મેચની આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ ડોમિનિકામાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી હતી. ભારતે પ્રથમ ટેસ્ટ ઈનિંગ્સ અને 141 રને જીતી હતી. જોકે, બીજી ટેસ્ટમાં વરસાદના કારણે પાંચમો દિવસ ધોવાઈ ગયો હતો. જેના કારણે મેચ ડ્રો રહી હતી. આ મેચમાં પણ ભારતનું પલડું ભારે રહ્યું હતું. ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ રોહિત સેના હવે વનડે શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *