વિડીયોમાં હાર્દિક અને વિરાટનો લુક ઘણો જ અલગ દેખાઈ રહ્યો છે. હાર્દિક પંડ્યા શરૂઆતથી જ પોતાના અલગ લુક્સ માટે ચર્ચામાં રહ્યો છે. એવામાં નવા લુકની સાથે પોતાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. હાર્દિકે જેવો જ આ વિડીયો શેર કર્યો, એક કલાકની અંદર 50 લાખથી વધુ લોકોએ તેને જોઈ લીધો.
વિરાટની સાથે પોતાના આ વિડીયો શેર કરતા હાર્દિકે કેપ્શનમાં લખ્યું કે, ‘તમે જાણો છો કે અમે કઈ રીતે કરીએ છીએ.’
ઉલ્લેખનીય છે કે, હાર્દિક અને વિરાટ બંને ઓસ્ટ્રેલિયાની સામે ત્રણ ટી-20 મેચોની સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરાયા છે. સીરિઝની પહેલી મેચ મોહાલીમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી મેચ માટે શનિવારે મોડી સાંજે મોહાલી પહોંચી ગઈ છે.
આગામી મહિને શરૂ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ પહેલા બંને ટીમો માટે આ સીરિઝ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. મોહાલી પછી બંને ટીમો વચ્ચે બીજી મેચ નાગપુરમાં રમાશે, જેથી ત્રીજી અને છેલ્લી મેચ હૈદરાબાદમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની સામે ટી-20 સીરિઝ પછી સાઉથ આફ્રિકાની ટીમ ભારત પ્રવાસે આવશે. આ સીરિઝ પછી ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે.
ટીમ ઈન્ડિયાના મજબૂત સ્તંભ છે વિરાટ અને હાર્દિક
ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ટીમના બે મજબૂત સ્તંભ છે. તાજેતરમાં જ પૂરા થયેલા એશિયા કપમાં આ બંને ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું. વિરાટે આ ટૂર્નામેન્ટમાં પોતાનો ફોર્મ પાછું મેળવ્યું. તો હાર્દિકે પોતાની બોલિંગની સાથે બેટિંગમાં પણ કમાલ બતાવ્યો. એશિયા કપમાં વિરાટે એક સદી અને બે અડધી સદીની સાથે બીજા નંબરનો સૌથી વધુ રન બનાવનારો ખેલાડી રહ્યો.
વિરાટે લગભગ ત્રણ વર્ષ પછી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારી. વિરાટની તે 71મી સદી હતી. ટી-20 વર્લ્ડ કપમાં વિરાટ અને હાર્દિક પર ઘણો આધાર રહેશે.