વધેલું વજન, તૂટેલો પગ… દુખાવો છતાં દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યો પંત
કોઈ ‘કિંગ’ કહે તે કોહલીને નથી પસંદ
વિરાટ કોહલીએ આરસીબી ઈનસાઈડરને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાને ‘કિંગ’ કહેવા પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે ‘લોકો મને પ્રેમથી કિંગ કહે છે, પરંતુ વ્યક્તિગત રીતે મને તે પસંદ નથી. ‘ઈ સાલા કપ નામદે’ની જેમ મને ‘કિંગ’ પણ ન કહો’. ‘ઈ સાલા કપ નામદે’ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફેન્સના નારા છે. તેનો ઉપયોગ તેઓ સ્ટેડિયમથી લઈને સોશિયલ મીડિયા સુધી કરે છે. તેનો અર્થ થાય છે- આ વર્ષે કપ અમારો થશે. કિંગની જેમ વિરાટને આ નારા પણ પસંદ નથી.
IPL: સુદર્શન અને મિલર ઝળક્યા, દિલ્હીને હરાવી ગુજરાતે સળંગ બીજો વિજય નોંધાવ્યો
એક પણ ટ્રોફી નથી જીત્યું RCB
ઈન્ડિયન પ્રીમિયર લીગની આ 16મી સીઝન ચાલી રહી છે અને આગળના 15માં વર્ષમાં RCB એકવાર પણ ટ્રોફી જીતી શક્યું નથી. જ્યારે તેને ફ્રેન્ચાઈઝીના સોશિયલ મીડિયા પર્ફોર્મન્સ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે ‘અમારું સોશિયલ મીડિયા પર્ફોર્મન્સ અન્ય કરતાં ઘણું આગળ છે. તેના માટે ટ્રોફી લઈને આવો પછી જોજો. તમે સોશિયલ મીડિયા ટ્રોફી લઈને આવો અને આરસીબી કઈ રીતે જીતે છે તે જોજો. અમારો કોઈ સ્પર્ધક નથી. બે જ અઠવાડિયાની ટુર્નામેન્ટમાં અમે જીતી જઈશું. બાકીની ગેમ રમવાની જરૂર નથી, 4-5 પૂરતી છે’.
‘અમારી ટીમ ફાલતુ નથી’
કોહલીએ તે વિશે પણ વાત કરી હતી કે, ફેન્સને દર વર્ષે RCB પાસેથી ઘણી અપેક્ષા હોય છે. આ જ સાબિત કરે છે કે તેઓ ‘ફાલતુ’ ટીમ નથી. ‘ફ્રેન્ચાઈઝી પર ઘણું પ્રેશર હોય છે. ઘણા લોકો તેને મજાકમાં લે છે અને કહે છે કે ‘આ ટીમ જીતતી નથી’. આવે છે અને રમે છે, બીજી તરફ ઘણી અપેક્ષા હોય છે. અમે મોટી ટીમ છીએ. જો અમે ફાલતુ ટીમ હોત તો અમારા આટલા ફેન્સ જ ન હોત’, તેમ તેણે ઉમેર્યું હતું.
Read latest Cricket News and Gujarati News