Today News

Virat Kohliને મળ્યો Ashneer Grover, ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી-20 માટે આપી શુભકામના – virat kohliને મળ્યો ashneer grover, ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી-20 માટે આપી શુભકામના

Virat Kohliને મળ્યો Ashneer Grover, ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી-20 માટે આપી શુભકામના - virat kohliને મળ્યો ashneer grover, ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી-20 માટે આપી શુભકામના


નાગપુરઃ ઓસ્ટ્રેલિયા સામે બીજી ટી-20 મેચ (India vs Australia T-20) પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) અને ભારત-પે (Bharat-Pay)ના સહ-સંસ્થાપક અશનીર ગ્રોવર (Ashneer Grover)ની મુલાકાત થઈ. આ મુલાકાતની તસવીર શેર કરી અશનીર ગ્રોવરે કોહલીને નાગપુર (Nagpur)માં રમાનારી બીજી ટી-20 માટે શુભકામનાઓ આપી.

વિરાટ કોહલી સાથેની મુલાકાતની તસવીર શેર કરવાની સાથે અશનીર ગ્રોવરે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, ‘બેન સ્ટોક્સ માટે એક સરખું પેશન રાખનારા દિલ્હીના છોકરા શું ચર્ચા કરી શકે? કોહલીને નાગપુર મેચ માટે શુભકામનાઓ.’ ઉલ્લેખનીય છે કે, અશનીર ગ્રોવર પણ કોહલીની જેમ દિલ્હી સાથે સંબંધ ધરાવે છે. તો, ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ હાલ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન છે.

T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની એક વાતથી ભારે ચિંતિત છે ગાવસ્કર
ઓસ્ટ્રેલિયા સામે મોહાલીમાં રમાયેલી પહેલી ટી-20 મેચમાં વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યો ન હતો અને માત્ર બે રન બનાવી આઉટ થઈ ગયો હતો. ભારતને એ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે હરાવ્યું હતું. એ મેચમાં ટોસ હારી પહેલા બેટિંગમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાએ હાર્દિક પંડ્યાના અણનમ 71 રનની મદદથી 208 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે કેમરન ગ્રીનની અડધી સદીની મદદથી ટાર્ગેટ પાર કરી લીધો હતો.

ભારત-પે સાથેના વિવાદથી ચર્ચામાં હતા અશનીર ગ્રોવર
અશનીર ગ્રોવર તાજેતરમાં ભારત-પે સાથે થયેલા વિવાદને પગલે ઘણા ચર્ચામાં રહ્યા હતા. આ વિવાદને પગલે તેમણે આ વર્ષે માર્ચમાં કંપની છોડી દીધી હતી. તેમણે કંપનીના મેનેજમેન્ટ ખાસ કરીને સીઈઓ સુહૈલ સમીર અને ચેરમને રજનીશ કુમાર સામે અપમાનજનક વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. તો, ભારત-પેના મેનેજમેન્ટે અશનીર ગ્રોવર અને તેમના પરિવાર પર કંપનીમાં નાણાકીય ગરબડ કરવાનો આરોપ લગાવ્યો હતો.

સૂર્યકુમારે પાકિસ્તાના બાબર આઝમને પાછળ રાખ્યો, હાર્દિક પંડ્યા ટોપ-5માં પહોંચ્યો
કોહલી પાસે સારા પ્રદર્શનની આશા
વિરાટ કોહલીનો ઓસ્ટ્રેલિયા સામે ટી-20 ઈન્ટરનેશનલમાં શાનદાર રેકોર્ડ રહ્યો છે. કોહલીએ અત્યાર સુધી રમેલી 20 મેચમાં 55.38ની સરેરાશથી 720 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 7 અડધી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામે કોહલીનો બેસ્ટ સ્કોર અણનમ 90 રન રહ્યો છે. એવામાં બીજી ટી-20માં તે સારું પ્રદર્શન કરશે તેવી ફેન્સ આશા રાખી રહ્યા છે.

Read Latest Sports News And Gujarati News

Exit mobile version