venkatesh iyer in ahmedabad, Video: રાત્રે માણેકચોક પહોંચ્યો KKRનો વેંકટેશ અય્યર, સેન્ડવિચ અને ઢોંસાનો સ્વાદ માણ્યો - venkatesh iyer kolkata knight riders visited manek chowk of ahmedabad

venkatesh iyer in ahmedabad, Video: રાત્રે માણેકચોક પહોંચ્યો KKRનો વેંકટેશ અય્યર, સેન્ડવિચ અને ઢોંસાનો સ્વાદ માણ્યો – venkatesh iyer kolkata knight riders visited manek chowk of ahmedabad


IPL 2023: કોલકાતા નાઈટ રાઈડર્સનો પ્લેયર વેંકટેશ અય્યર (Venkatesh Iyer) અમદાવાદના માણેકચોક ખાતે સ્ટ્રીટ ફુડનો આનંદ લેવા માટે રાત્રે ત્યાં પહોંચ્યો હતો. વિડીયોમાં જણાવ્યા મુજબ, કોલકાતા નાઈટ રાઈડર્સનો ખેલાડી વેંકટેશ અય્યર નાઈટ આઉટ માટે અમદાવાદના માણેકચોક પહોંચ્યો હતો, જ્યાં સૌથી પહેલા તેણે સેન્ડવિચનો સ્વાદ લીધો હતો. ત્યારબાદ પાઉંભાજી, પાણીપુરી અને ગોટાળા ઢોંસા તેમજ ગુજરાતી ડિશ અને છેલ્લે જાંબુન શોટ્સની મજા માણી હતી. સાથે-સાથે મીઠા પાનનો પણ આનંદ લીધો હતો.

માણેકચોકમાં ફુડનો આનંદ લીધા બાદ અય્યરે કહ્યું હતું કે આજે બહુ જમી લીધું છે હવે વધારે વર્કઆઉટ કરવું પડશે. આઈપીએલમાં પહેલી મેચ ચેન્નઈ અને ગુજરાત વચ્ચે હતી. તે દરમિયાન પણ ચેન્નઈના ખેલાડીઓએ ફાફડા જલેબીનો આનંદ માણ્યો હતો. તમામ ખેલાડીઓએ ગુજરાતી ફુડના વખાણ કર્યા હતા.

ગુજરાતની પહેલી હાર, KKRની બીજી જીત

IPL 2023: પ્રથમ મેચ હાર્યા બાદ KKRની આ સતત બીજી જીત છે. RCB સામે સ્પિનરોએ તો આજે ગુજરાત સામે બેટ્સમેનોએ જીત અપાવી. વેંકટેશ અય્યર જીતનો હીરો હતો, તેણે માત્ર 26 બોલમાં તેની અડધી સદી ફટકારી હતી, પરંતુ 39 બોલમાં 83 રન બનાવ્યા બાદ 16મી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. અંતે રિંકુ સિંહે અશક્ય જીતને શક્ય બનાવી હતી.

રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં સતત પાંચ સિક્સ ફટકારીને કોલકાતા નાઈટ રાઈડર્સે ગુજરાત ટાઈટન્સને શ્વાસ થંભાવી દેનારી મેચમાં ત્રણ વિકેટે હરાવ્યું હતું. સ્ટેન્ડ-ઇન કેપ્ટન રાશિદ ખાને 16મી ઓવરમાં હેટટ્રિક લઈને મેચે પલટી નાખી, પરંતુ ઝડપી બોલર યશ દયાલ છેલ્લી ઓવરમાં જરૂરી 29 રન બચાવી શક્યો ન હતો. રિંકુ સિંહે 21 બોલમાં 48 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરનો પહેલો બોલ ડોટ રમ્યા બાદ રિંકુએ પછીના પાંચ બોલ હવાઈ મુસાફરી પર મોકલી ટીમને જીત અપાવી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે સાઈ સુદર્શન અને વિજય શંકરની અડધી સદીના કારણે 204/4 રન બનાવ્યા હતા, પરંતુ KKRએ છેલ્લા બોલમાં સાત વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *