IND vs SL: ‘કઈ વાતનો ઘમંડ છે ભાઈ તને…’ પંડ્યાએ સાથી ખેલાડીને ગાળ આપતાં લોકો બગડ્યા
વેદા કૃષ્ણમૂર્તિએ સાદગીથી કર્યા લગ્ન
વેદા કૃષ્ણમૂર્તિએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મેરેજ રજિસ્ટર્ડ કરાવ્યા તે વખતની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે એકદમ સિમ્પલ લૂકમાં જોવા મળી રહી છે. તેણે વ્હાઈટ કલરના કૂર્તા-પાયજામાની સાથએ પિંક કલરનો દુપટ્ટો નાખ્યો છે, તો બીજી તરફ અર્જુને યલ્લો કલરનો કૂર્તો અને વ્હાઈટ પાયજામો પહેર્યો છે. આ સાથે તેણે લખ્યું છે ‘શ્રીમાન અને શ્રીમતી… આ તારા માટે છે અમ્મા… તારો બર્થ ડે હંમેશા ખાસ રહેશે. લવ યુ. જસ્ટ મેરિડ.. 12.01.23’. વનિતા વીએર, જુલણ ગોસ્વામી, અનુજા પાટિલ તેમજ રાજેશ્વરી ગાયકવાડ સહિતના ક્રિકેટની દુનિયાના મિત્રો તેમજ ફેન્સે નવદંપતી પર અભિનંદનનો વરસાદ કર્યો છે.
મમ્મીની જન્મતિથિ પર લગ્નના બંધનમાં બંધાઈ
અર્જુન હોયસલાએ પણ કોર્ટ મેરેજની ઝલક દેખાડતી એક તસવીર શેર કરી છે. જેમાં બંને ડોક્યુમેન્ટ્સ પર સહી કરી રહ્યા છે. આ સાથે લખ્યું છે ‘સાથે મળીને આપણે નવી ઈનિંગ્સની શરૂઆત કરી’.
ન્યુઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત-વિરાટ નહીં રમે T20
ગત વર્ષે અર્જુને કર્યું હતું પ્રપોઝ
સપ્ટેમ્બર 2022માં અર્જુન હોયસલાએ વેદા કૃષ્ણમૂર્તિને પ્રપોઝ કર્યું હતું. તે તેને પહાડોની વચ્ચે લઈ ગયો હતો અને ત્યાં ઘૂંટણિયે બેસી લગ્ન માટે પૂછ્યું હતું. અર્જુને તેમના જીવનની આ સૌથી સુંદર ક્ષણને કેમેરામાં કંડારી હતી અને સોશિયલ મીડિયા પર શેર પણ કરી હતી. આ સાથે લખ્યું હતું ‘અને તેણે ‘હા’ પાડી’.
સપ્ટેમ્બરમાં વેદા અને અર્જુને કરી સગાઈ
ત્યારબાદ તરત જ અર્જુન અને વેદાએ સગાઈ કરી લીધી હતી. બંનેએ આ દિવસે રેડ આઉટફિટમાં ટ્વિનિંગ કર્યું હતું. તેની તસવીરો શેર કરતાં લખ્યું હતું ‘આખરે આ થયું. 18-9-2022- સગાઈ કરી લીધી. શુભેચ્છા અને આશીર્વાદ વરસાવવા માટે આ સૌનો આભાર’.
Read Latest Cricket News And Gujarati News