અડધો ફૂટ ક્રિઝની બહાર રહી રમ્યો હતો
ઉસ્માન ખ્વાજાની આ ઈનિંગ્સ ઘણી ખાસ હતી. ઉસ્માન ખ્વાજાએ પ્રથમ ઓવરથી 90મી ઓવર સુધી એટલે કે આખો દિવસ ક્રિઝ પર રહેવા માટે ક્રીઝનો ઉપયોગ કર્યો હતો. તે ક્રિઝથી ઓછામાં ઓછા 6 ઈંચ અથવા અડધા ફૂટની આસપાસ રમી રહ્યો હતો. સામાન્ય રીતે બેટ્સમેન બોલની હિલચાલને ટાળવા માટે આ પદ્ધતિ અપનાવે છે. સાથે જ તેમનો ઉદ્દેશ્ય બોલરની લેન્થ બગાડવાનો છે. ઘણા ખેલાડીઓ એલબીડબલ્યુ આઉટ થવાના ભયથી બચવા માટે ક્રિઝમાંથી પણ બહાર નીકળી જાય છે. આ ઉપરાંત આ મૂવમેન્ટ સાથે ફ્રન્ટફૂટ પર રમવું સરળ હોય છે.
ઉસ્માન ખ્વાજા ખાસ કરીને લેગ સાઈડની બહાર પડેલા બોલને નિશાન બનાવ્યા હતા. તેણે મોહમ્મદ શમીના બોલ પર ચોગ્ગા સાથે 146 બોલમાં શ્રેણીની તેની ત્રીજી અડધી સદી પૂરી કરી હતી. ખ્વાજા વર્તમાન સિરીઝમાં 50થી વધુ રનની ત્રણ ઈનિંગ્સમાં રમાનારો એકમાત્ર બેટ્સમેન છે. ખ્વાજાએ દિવસની અંતિમ ઓવરમાં શમીના બોલ પર ચોગ્ગો ફટકારીને 246 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ભારતીય સુકાની રોહિત શર્મા બાદ તે વર્તમાન શ્રેણીમાં સદી ફટકારનારો માત્ર બીજો બેટ્સમેન બન્યો છે. ઉસ્માન ખ્વાજા 2013ના ભારત પ્રવાસમાં માત્ર ડ્રિંક બોય બનીને રહ્યો હતો. તેને 2017ના ભારત પ્રવાસમાં પણ તેને રમાડવામાં આવ્યો ન હતો. ત્યારથી તેણે એશિયામાં 19 મેચોમાં ચાર સદી અને છ અડધી સદીની મદદથી 74.60ની સરેરાશથી કુલ 1119 રન નોંધાવ્યા છે.