ઉમરાન મલિકે મેડન ઓવર સાથે શાકિબને હેરાન કરી નાખ્યો
બાંગ્લાદેશની ઈનિંગની 12મી ઓવર નાખવા આવેલા ઉમરાન મલિકનો બીજો બોલ શાકિબની પીઠ પર વાગ્યો. ખરેખર શાકિબને બાઉન્સરની અપેક્ષા હતી, પરંતુ બોલ વધુ ઉછળ્યો ન હતો. શાકિબ બચવા માટે વળ્યો અને બોલ તેની પીઠ પર વાગ્યો. આ પછી ઓવરનો છેલ્લો બોલ પણ એટલો જ જોરદાર હતો અને શાકિબ બોલને ટાળવા બેસી ગયો, પણ બોલ તેના હેલ્મેટમાં વાગ્યો હતો.
ઉમરાનનો બોલ શાકિબના હેલ્મેટ પર વાગ્યો
જ્યારે 150 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલ હેલ્મેટ સાથે અથડાયો તો શાકિબ થોડીવાર સ્તબ્ધ થઈ ગયો. આ પછી તે સ્ટમ્પ પાછળ ઉભેલા કેએલ રાહુલ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. એવું લાગતું હતું કે જાણે તે ઉમરાન વિશે ફરિયાદ કરી રહ્યો હતો. તે કહેવા માંગતો હતો કે તેને માથામાં ઈજા થઈ છે. જો કે, આ ઓવરમાં એક પણ રન ન બન્યો અને ઉમરાને શાકિબને ખૂબ પરેશાન કર્યો હતો.
બીજી ઓવરમાં કર્યો શંટોનો શિકાર
ઉમરાને તેની બીજી ઓવરના પહેલા જ બોલમાં નજબુલ હુસેન શંટોના સ્ટમ્પ ઉખાડી નાખ્યા હતા. તેણે ઝડપી બોલિંગ કરી અને બાંગ્લાદેશી ખેલાડીને પગ ખસેડવાની પણ તક ન આપી. બોલ કોઈપણ અડચણ વિના સ્ટમ્પમાં ઘૂસી ગયો. તમને જણાવી દઈએ કે મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જ્યારે કુલદીપ સેનની જગ્યાએ ઉમરાન મલિકને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.