જોકે, બાદમાં ભારતના ઝડપી બોલર ઉમરાન મલિકે પોતાનો જલવો દેખાડ્યો હતો. ઉમરાન મલિકે ફિન એલનને પોતાના શોર્ટ બોલ પર ચોંકાવી દીધો હતો અને તે આઉટ થઈ ગયો હતો. જે બોલ પર ઉમરાને એલનને આઉટ કર્યો ત્યારે તેની સ્પીડ 141.5 kmphની હતી. એલન ઉમરાન મલિકના બોલ પર સૂર્યકુમાર યાદવના હાથે કેચ આઉટ થયો હતો.
હકિકતમાં ઉમરાન ઝડપી બોલિંગ કરવા માટે જાણીતો છે. પરંતુ આ વખતે તેણે તેની સામાન્ય સ્પીડ કરતા ફક્ત 141.5 kmphની ઝડપથી બોલ કર્યો હતો અને એલનને આઉટ કર્યો હતો. એલનને લાગ્યું હતું કે ઉમરાન મલિક ઝડપી બોલ કરશે પરંતુ તે બોલની સ્પીડનું અનુમાન કરવામાં ભૂલ કરી બેઠો હતો અને શોર્ટ બોલ પર કવરથી ઉપર રમવાના ચક્કરમાં સૂર્યકુમારના હાથે કેચ આઉટ થયો હતો.
જોકે, ઉમરાનનો આ બોલ કોઈ ખતરનાક ન હતો પરંતુ એલનની વિકેટ ભારત માટે સારી વાત રહી હતી. પરંતુ તેનાથી ભારતને કોઈ ફાયદો થયો ન હતો. ન્યૂઝીલેન્ડનો સ્કોર 18 ઓવરમાં એક વિકેટે 104 રનનો હતો ત્યારે વરસાદ આવ્યો હતો અને રમતને અટકાવવી પડી હતી. ત્યારબાદ વરસાદ બંધ થયો ન હતો અને મેચ રદ કરવી પડી હતી. આ મેચ રદ થવાની સાથે ન્યૂઝીલેન્ડે સીરિઝ જીતી લીધી હતી.