ભારતનો સૌથી ફાસ્ટ બોલર બન્યો ઉમરાન
ઉમરાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી ઝડપી બોલર બની ગયો છે. ઉમરાને શ્રીલંકા વિરૂદ્ધ 14મી ઓવરમાં પોતાની ગતિ વડે બેટ્સમેનોમાં તબાહી મચાવી દીધી હતી. તેણે 14મી ઓવરના પ્રથમ બોલથી 147 કિમી પ્રતિ કલાકની ઝડપે શરૂઆત કરી હતી. ઉમરાનના બીજા બોલ અને ત્રીજા બોલની ઝડપ 151 કિમી પ્રતિ કલાકની હતી પરંતુ તેના ચોથા બોલે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.
ઉમરાનની બોલિંગ સ્પીડ 156 કિલોમીટર પ્રતિ કલાક માપવામાં આવી હતી. આ રીતે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. આ પહેલા પણ આ રેકોર્ડ ઉમરાનના નામે હતો જ્યારે તેણે શ્રીલંકા સામેની ટી20 સીરીઝમાં 155 કિમીની ઝડપે બોલ ફેંક્યો હતો.
વિરાટની રેકોર્ડ સદી
બોલિંગ કરતા પહેલા વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે બેટિંગમાં ધમાલ મચાવી હતી. તેણે માત્ર 80 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે વિરાટે ભારતીય પીચો પર સચિન તેંડુલકરના મોટા રેકોર્ડની પણ બરાબરી કરી છે. વિરાટ હવે સચિનની જેમ જ ઘરેલું મેદાન પર વનડેમાં 20 સદી ફટકારી છે.
આ સિવાય શ્રીલંકા સામે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. શ્રીલંકા સામે કોહલીની આ 9મી સદી હતી. આ મામલામાં તેણે માત્ર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે, જેમણે કુલ 8 ODI સદી ફટકારી હતી.