Today News

Umesh Yadav: ભારતીય ક્રિકેટર ઉમેશ યાદવ સાથે થઇ છેતરપિંડી, ખાતામાંથી લાખો રૂપિયા ઉડી ગયા – india team cricketer umesh yadav duped by ex manager police complaint in nagpur

Umesh Yadav: ભારતીય ક્રિકેટર ઉમેશ યાદવ સાથે થઇ છેતરપિંડી, ખાતામાંથી લાખો રૂપિયા ઉડી ગયા - india team cricketer umesh yadav duped by ex manager police complaint in nagpur


ટીમ ઈન્ડિયાનો ઝડપી બોલર ઉમેશ યાદવ છેતરપિંડીનો શિકાર બન્યો છે. નાગપુરના કોરાડીમાં ઉમેશ યાદવે તેના પૂર્વ મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં અંદાજે 44 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો દાવો કરવામાં આવો છે. હાલ ઉમેશ યાદવની ફરિયાદના આધરે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. હાલ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઉમેશ યાદવે તેના પૂર્વ મેનેજર શૈલેષ ઠાકરે વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. ઉમેશ યાદવની આવક, બેંકની વિગતો અને અન્ય તમામ બાબતોની જવાબદારી શૈલેષ ઠાકરે પાસે રહેતી હતી. જોકે ઉમેશ યાદવનો આરોપ છે કે તેમની પાસેથી પૈસા લીધા બાદ તેમણે કોઈ કામ કર્યું નથી. તો બીજી તરફ તેઓનો આક્ષેપ છે કે તેના ભૂતપૂર્વ મેનેજરે લાખો રૂપિયાની છેતરપિંડી પણ કરી છે.

ઉમેશ યાદવે નોંધાવી ફરિયાદ
હાલ ઉમેશ યાદવ દ્વારા જે કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે મિલકત સંબંધિત છે. ઉમેશ યાદવે પ્રોપર્ટી ખરીદવા માટે પોતાના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં 44 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. પરંતુ શૈલેષ ઠાકરે આ પૈસા ઉપાડી આ મિલકત પોતાના નામે કરી લીધી હતી. તો બીજી તરફ ઉમેશ યાદવને આ રૂપિયા પાછા મળ્યા નથી. જ્યારે ભારતીય ક્રિકેટરે તેના રૂપિયા પાછા માંગ્યા ત્યારે શૈલેષ ઠાકરે ફરાર થઈ ગયો હતો. જે બાદ તેણે હવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નાગપુર શહેરના કોરાડીમાં IPCની કલમ 406, 420 હેઠળ કેસ નોંધ્યો છે.

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં જોવા મળશે ઉમેશ યાદવ
જોકે ઉમેશ યાદવની વાત કરીએ તો તેને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં જગ્યા મળી છે. આવી સ્થિતિમાં તે ટીમ ઈન્ડિયાના ફાસ્ટર બોલર યુનિટમાં રહેલ છે. ઉમેશ યાદવે ભારત માટે અત્યાર સુધી 54 મેચમાં 165 વિકેટ ઝડપી છે. જ્યારે 75 વનડેમાં તેની 106 વિકેટ છે.

Read Latest Cricket News And Gujarat News

Exit mobile version