Tushar Deshpande, IPL 2023: MS Dhoni માટે અવળી પડી ઈમ્પેક્ટ પ્લેયરની ચાલ, CSK માટે હારનું સૌથી મોટું કારણ બન્યો Tushar Deshpande - poor performance of impact player tushar deshpande became responsible for lost of csk

Tushar Deshpande, IPL 2023: MS Dhoni માટે અવળી પડી ઈમ્પેક્ટ પ્લેયરની ચાલ, CSK માટે હારનું સૌથી મોટું કારણ બન્યો Tushar Deshpande – poor performance of impact player tushar deshpande became responsible for lost of csk


અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ના (Indian Premier League 2023) નવા એડિશનની શરૂઆત થઈ ગઈ છે. દર વખતે T20 લીગમાં કંઈકને કંઈક ફેરફાર જોવા મળે છે. IPL 2023માં પણ આવો જ એક મોટો ફેરફાર જોવા મળ્યો અને તે છે ઈમ્પેક્ટ પ્લેયર. તેનો અર્થ એ થાય છે કે, દરેક ટીમ આ વર્ષે ઈમ્પેક્ટ પ્લેયર હેઠળ મેચ દરમિયાન રમી રહેલા 11 ખેલાડીઓમાંથી કોઈ એકને બહાર બેઠેલા ખેલાડીથી રિપ્લેસ કરી શકે છે. IPL 2023ની પહેલી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે ટક્કર થઈ હતી. આ દરમિયાન આઈપીએલના ઈતિહાસનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે CSKએ તુષાર દેશપાંડેનો (Tushar Deshpande) ઉપયોગ કર્યો હતો, જેનું પ્રદર્શન સૌથી નિરાશાજનક રહ્યું હતું.

IPL 2023: ઓપનિંગ સેરેમની બાદ ધોનીના પગમાં પડી ગયો અરિજીત સિંહ, કેમેરામાં કેદ થઈ આ ક્ષણ

ધોનીના માથે પડ્યો આ નિર્ણય
ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ચેન્નઈ સુપર કિંગ્સે બેટિંગ કરતાં 178 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઈનિંગમાં CSKએ બોલિંગ કરવા માટે મેદાનમાં ઉતરી તો અમ્બાતી રાયુડૂની જગ્યાએ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બોલર તુષાર દેશપાંડેને ટીમમાં સમાવવામાં આવ્યો હતો. જો કે, કેપ્ટન એમએસ ધોનીની આ ચાલ ઊલટી સાબિત થઈ હતી. તુષારની GTના બેટ્સમેનોએ જોરદાર ધોલાઈ કરી હતી. દેશપાંડેએ 3.2 ઓવરમાં 15.30ની ખરાબ ઈકોનોમી સાથે બોલિંગ કરતાં 51 રન ખર્ચ્યા હતા અને માત્ર 1 જ વિકેટ ઝડપી હતી. આ નિર્ણયનો ક્યાંકને ક્યાંક કેપ્ટનના ચહેરા પર પણ પસ્તાવો જોવા મળ્યો હતો.

CSK સામે ગુજરાત ટાઈન્સના ખેલાડીઓની જીતને શાનદાર રીતે વધાવવામાં આવી, ગરબા પણ કર્યા

તુષાર દેશપાંડે બન્યો CSKની હારનું કારણ
CSKએ ગુજરાત ટાઈટન્સ સામે પહેલી મેચમાં પાંચ વિકેટથી હારી ગયું હતું. આ પાછળ તુષાર દેશપાંડેના સૌથી ખરાબ પર્ફોર્મન્સનો મોટો ફાળો રહ્યો હતો. બીજી તરફ ગુજરાત ટાઈટન્સે પણ ઈજાગ્રસ્ત કેન વિલિયમસનની જગ્યાએ સાઈ સુદર્શનને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કર્યો હતો. સાઈએ 3 ચોગ્ગાની મદદથી 17 રન કર્યા હતા.

ઘૂંટણમાં ઈજા હોવા છતાં રમતો રહ્યો ધોની
ધોનીના ફેન્સ માટે IPL 2023 ખૂબ જ ખાસ છે, કારણ કે આ સીઝન બાદ તે આ લીગમાં પણ નહીં રમે તેવી શક્યતાઓ છે. શુક્રવારની ઓપનિંગ મેચમાં પણ તે નહીં રમે તેવી ખબર હતી. તેને ઈજા પહોંચી હોવાનું કહેવામાં આવતી હતી. જો કે, જ્યારે જર્સી પહેરીને તે મેદાનમાં ઉતર્યો ત્યારે સૌના ચહેરા પર ખુશી જોવા મળી હતી. તેને ઘૂંટણમાં ઈજા હતી તેમ છતાં તે રમ્યો હતો. 19મી ઓવરના બીજા બોલમાં પણ તેણે પગની ચિંતા કર્યા વગર બોલને પકડવા માટે ઊંચી છલાંગ લગાવી હતી. આમ કરવા જતાં તેને ફરી દુખાવો ઉપડ્યો હતો અને નીચે બેસી ગયો હતો. જો કે, હિંમત ન હારતાં તે ઉભો થયો હતો અને ફરી ગેમ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

Read latest Cricket News and Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *