Today News

threatens lionel messi, વર્લ્ડ ચેમ્પિયન બોક્સરે આર્જેન્ટિનાના સ્ટાર મેસ્સીને ધમકી આપી, જાણો શું છે કારણ – world champion boxer canelo alvarez threatens lionel messi for disrespecting mexico jersey after world cup match win

threatens lionel messi, વર્લ્ડ ચેમ્પિયન બોક્સરે આર્જેન્ટિનાના સ્ટાર મેસ્સીને ધમકી આપી, જાણો શું છે કારણ - world champion boxer canelo alvarez threatens lionel messi for disrespecting mexico jersey after world cup match win


કતારમાં રમાઈ રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં મેક્સિકો સામે વિજય નોંધાવીને આર્જેન્ટિનાએ રાઉન્ડ-16માં પ્રવેશવાની પોતાની આશા જીવંત રાખી છે. શનિવારે ગ્રુપ-સીમાં રમાયેલી મેચમાં આર્જેન્ટિનાના સુપર સ્ટાર ફૂટબોલર લાયનલ મેસ્સીએ 64મી મિનિટે લાજવાબ ગોલ નોંધાવ્યો હતો. જોકે, આર્જેન્ટિના માટે ટુર્નામેન્ટની શરૂઆત સારી રહી ન હતી. ગ્રુપ-સીમાં પોતાની પ્રથમ મેચમાં આર્જેન્ટિનાને સાઉદી અરબ સામે 1-2થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આર્જેન્ટિનાને ખ્યાલ હતો કે હવે પછીનો બીજો પરાજય તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે. જોકે, આર્જેન્ટિનાએ મેક્સિકોને 2-0થી હરાવીને આશા જીવંત રાખી છે.

આ શાનદાર વિજય બાદ આર્જેન્ટિનાની ટીમનો મૂડ સાતમાં આસમાને હતો. આર્જેન્ટિનાના ડ્રેસિંગ રૂમનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં ખેલાડીઓ મેક્સિકો સામેના વિજયની ઉજવણી કરી રહ્યા છે. જેમાં મેસ્સી પણ ડાન્સ કરતો જોવા મળે છે. જેમાં એક ગ્રીન કલરની જર્સી છે જેને ટ્વિટર યુઝર મેક્સિકોની જર્સી હોવાનું કહી રહ્યા છે. આ ગ્રીન કલરની જર્સી મેસ્સીના પગ પર પડેલી જોવા મળે છે. જેના કારણે મેક્સિકોના સમર્થકો રોષે ભરાયા છે. આમાં વર્લ્ડ ચેમ્પિયન બોક્સર કેનેલો અલ્વારેઝ પણ સામેલ છે. જેણે કહ્યું છે કે મેસ્સીએ મેક્સિકોની જર્સીનું અપમાન કર્યું છે.

અલ્વારેઝે સ્પેનિશમાં ટ્વિટ કર્યું છે કે તમે જોયું કે મેસ્સીએ અમારી જર્સી અને ધ્વજ વડે ફ્લોરની સફાઈ કરી છે? ત્યારપછીની ટ્વિટમાં તેણે લખ્યું હતું કે, મેસ્સી ભગવાનને પ્રાર્થના કરે કે તે હું તેને શોધી ન શકું. હું આર્જેન્ટિનાનું સન્માન કરું છું, તમે મેક્સિકોનું સન્માન કરો. હું આર્જેન્ટિના વિશે વાત નથી કરી રહ્યો, હું મેસ્સી વિશે વાત કરું છું.

મેસ્સીએ મેક્સિકો સામે ગોલ નોંધાવ્યો તે સાથે જ તેણે વર્લ્ડ કપમાં આર્જેન્ટિના માટે આઠ ગોલ નોંધાવવાના ડિએગો મારાડોનાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. જોકે, મેક્સિકો સામેનો વિજય આર્જેન્ટિના માટે પૂરતો નથી. આર્જેન્ટિનાને નોક-આઉટ સ્ટેજમાં પહોંચવા માટે પોલેન્ડ સામેની પોતાની અંતિમ ગ્રુપ મેચ જીતવી જરૂરી છે.

Exit mobile version