q11

the 2003 cricket world cup final, Cricket World Cup Final 2003ના 20 વર્ષ, ફાઈનલ રમનારા ઈન્ડિયન ક્રિકેટર્સ આજે શું કરે છે? – 23rd march 2003 is a day that the indian cricket fans will want to forge 2003 cricket world cup final


2003 Cricket World Cup Final: તારીખ 23 માર્ચ, 2003ના રોજ આજથી બરાબર 20 વર્ષ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI વર્લ્ડ કપની ફાઈનલ જોહાનિસબર્ગમાં રમાઈ હતી. સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હાર મળી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ 360 રનનું વિશાળ લક્ષ્ય રાખ્યું હતું. ત્યારે ભારતીય ટીમે માત્ર 234 રન બનાવ્યા હતા અને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વાતને આજે 20 વર્ષ થઈ ગયા છે. ત્યારે આવો જાણીએ કે 2003ના વર્લ્ડ કપમાં ભાગ લેનારા ખેલાડીઓ આજે શું કરી રહ્યા છે?

સચિન તેંડુલકર

ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પછી સચિને સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની શરૂ કરી. તેણે આ કંપની વર્ષ 2016માં શરૂ કરી હતી જેમાં તેની પત્ની અંજલી પણ પાર્ટનર છે. યુનિસેફ અને BMW સાથે જોડાઈને સચિન પોતાનું કામ કરી રહ્યો છે.

વિરેન્દ્ર સેહવાગ

સેહવાગ ક્રિકેટમાં કોમેન્ટ્રી કરવા ઉપરાંત સેહવાગ ઈન્ટરનેશનલ સ્કૂલ નામની પોતાની એક શૈક્ષણિક સંસ્થા ચલાવે છે. તેણે 2011માં તેની શાળા શરૂ કરી જે ફરીદાબાદ, એનસીઆરમાં સ્થિત છે.

સૌરવ ગાંગુલી

વર્લ્ડકપ 2003ના સુકાની રહેલા સૌરવ ગાંગુલી ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વહીવટી કામમાં લાગી ગયા છે. તેઓ લાંબા સમય સુધી બંગાળ ક્રિકેટ અને BCCIના પ્રમુખ હતા. હવે દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયાે છે.

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહીને કોચિંગમાં પોતાની બીજી ઈનિંગની શરૂઆત કરી. તેણે થોડો સમય આઈપીએલમાં પણ કોચિંગ કર્યું અને હાલમાં તે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ છે.

યુવરાજ સિંહ

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ યુવરાજ સિંહે બિઝનેસમાં પણ હાથ અજમાવ્યો છે. યુવરાજ સિંહ યુવી કેન નામની સંસ્થા ચલાવે છે, જે કેન્સર પીડિતોની મદદ કરે છે. આ સિવાય તે જાહેરાત અને ક્રિકેટ કોમેન્ટ્રી સાથે પણ જોડાયેલો છે.

દિનેશ મોંગિયા

2003ના વર્લ્ડ કપના સભ્ય રહી ચૂકેલા દિનેશ મોંગિયા ક્રિકેટથી અલગ થયા બાદ થોડો સમય ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા અને બાદમાં તેમણે રાજકારણના ક્ષેત્રમાં પોતાના પગ જમાવવાનું શરૂ કર્યું.

હરભજન સિંહ

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હરભજન સિંહે કોમેન્ટ્રીમાં પોતાની કારકિર્દી આગળ વધારી છે. તે હિન્દીની સાથે અંગ્રેજી કોમેન્ટ્રી પણ કરે છે.

ઝહિર ખાન

ફાસ્ટ બોલર ઝહિર ખાન ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ આ રમત સાથે જોડાયેલો છે. ઝહિર આઈપીએલના મુંબઈ ઈન્ડિયન્સના સપોર્ટ સ્ટાફનો મહત્વનો સભ્ય છે.

શ્રીનાથ

ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથ પણ નિવૃત્તિ બાદ ક્રિકેટ સાથે જોડાયેલા છે. શ્રીનાથ આંતરરાષ્ટ્રીય મેચોમાં રેફરીની ભૂમિકા ભજવે છે.

આશિષ નેહરા

આશિષ નેહરાએ પણ નિવૃત્તિ બાદ ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. ગયા વર્ષે નેહરાના કોચિંગ હેઠળ ગુજરાત ટાઇટન્સ ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગની ડેબ્યૂ સિઝનમાં જ ટાઈટલ જીત્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *