સમગ્ર દેશમાં એક બાજુ પઠાણ ફિલ્મ અંગે ભારે વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે ફિલ્મ ઉદ્યોગ પર ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. આ સંજોગોમાં ગુજરાતમાં પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એક વિવાદ ઉભરીને આવ્યો છે, અલબત આ વિવાદ ગુજરાતી ફિલ્મ (Gujarati film) ‘તખુભાની તલવાર’ (Takhubhani Talwar) અંગે વિવાદ થયો છે. આ ફિલ્મ અંગે રાજપૂત કરણી સેનાએ ભારે વિરોધ નોંધાવ્યો છે. કરણી સેના (Karni Sena)એ આ આરોપ લગાવ્યો છે કે આ ફિલ્મમાં ક્ષત્રિય સમાજનું અપમાન થાય તેવી બાબતને દર્શાવવામાં આવી છે.
પઠાણ બાદ હવે તખુભાની તલવર અંગે વિવાદ
દેશભરમાં પઠાણ ફિલ્મને લઈને ભારે વિરોધ ચાલી રહ્યો છે. પઠાણ ફિલ્મ ( Pathan film)ને લઈ હિન્દુ સંગઠનો બાદ હવે મુસ્લિમ સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે. આ ગરમાવા વચ્ચે ગુજરાતી ફિલ્મ ‘તખુભાની તલવાર’નો રાજપૂત કરણી સેના (Rajput Karni Sena) એ વિરોધ કર્યો છે. જેમાં કરણી સેનાએ ફિલ્મમાં ક્ષત્રિય સમાજને નીચો દેખાડ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થવાની છે
આ ફિલ્મને લઈ લોકો ભારે વિવાદ કરી રહ્યા છે અને ફિલ્મ રિલીઝ થવા અંગે વિરોધ કરી રહ્યા છે. આ ફિલ્મ શુક્રવારે એટલે કે 30 ડિસેમ્બર 2022ના રોજ રિલીઝ થવાની છે.
કરણી સેનાએ આપી ચેતવણી
કરણી સેનાના અધ્યક્ષ જેપી જાડેજાએ આ અંગે કહ્યું છે કે આ ફિલ્મમાં ક્ષત્રિય સમાજને નીચે દેખાડવામાં આવ્યું છે. અમારા સમાજની લાગણી દુભાય તેવી બાબત ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. તેમણે એવી પણ ચેતવણી આપી કે જો આ ફિલ્મને રિલીઝ થતા અટકાવવામાં નહીં આવે તો રાજપૂત કરણી સેના માર્ગ પર ઉતરશે અને ભારે વિરોધ કરશે. માટે આ ફિલ્મને રિલીઝ થતી અટકાવવામાં આવે. કોઈ પણ ફિલ્મમાં કોઈ પણ સમાજની લાગણી દૂભાય કે પછી તેમના માન-સન્માનને નુકસાન થાય તેવી બાબતોને આવરવી જોઈએ નહી.