srh vs kkr, IPL: હેરી બ્રૂકની ઝંઝાવાતી સદી, સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને કચડ્યું – ipl 2023 harry brook ton breaks kolkata knight riders winning run
ઓપનર હેરી બ્રૂકની ઝંઝાવાતી સદી તથા કેપ્ટન એઈડન માર્કરામની આક્રમક અડધી સદીની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 16મી સિઝનમાં શુક્રવારે રમાયેલી મેચમાં 23 રને વિજય નોંધાવ્યો હતો. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચનું સૌથી મોટું આકર્ષણ હેરી બ્રૂકની ઝંઝાવાતી બેટિંગ રહી હતી. તેણે વર્તમાન ટુર્નામેન્ટની પ્રથમ સદી ફટકારતા અણનમ 100 રનની ઈનિંગ્સ રમી …