mumbai indians vs delhi capitals, IPL 2023: અંતિમ બોલ પર જીત્યું મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સનો સળંગ ચોથો પરાજય – ipl 2023 mumbai indians register first victory of the season delhi capitals lost fourth consecutive match
કેપ્ટન રોહિત શર્માની અડધી સદી તથા તિલક વર્મા અને ઈશાન કિશનની મહત્વની ઈનિંગ્સની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ-2023 ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાનો પ્રથમ વિજય નોંધાવ્યો છે. મંગળવારે નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શન કરતાં દિલ્હી કેપિટલ્સને છ વિકેટે પરાજય આપ્યો હતો. વર્તમાન ટુર્નામેન્ટમાં રોહિત શર્માની ટીમનો આ પ્રથમ વિજય છે. …