shubman gill t20 century, પોતાનો રેકોર્ડ તોડનારા શુભમન ગિલથી પ્રભાવિત થયો કોહલી, તેની પ્રશંસામાં કહી દીધી મોટી વાત – virat kohli impressed as shubman gill breaks his record says future is here
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બુધવારે અમદાવાદમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી20 ક્રિકેટ મેચ અગાઉ ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટર્સ ટીમ ઈન્ડિયામાં શુભમન ગિલને મળી રહેલી તકની ટીકા કરી રહ્યા હતા. જોકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલે ધમાકેદાર બેટિંગ કરીને તમામ ટીકાકારોના મોઢા બંધ કરી દીધા છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે 63 બોલમાં અણનમ 126 રનની ઈનિંગ્સ રમી હતી. …