પાકિસ્તાનના ભૂતપૂર્વ અમ્પાયર રૌફનું નિધન, IPL વિવાદ-જાતિય સતામણી માટે થયા હતા બદનામ – former pakistan umpire asad rauf died indulged in ipl 2013 spot fixing scandal
Asad Rauf Death: પાકિસ્તાનના ભૂતપૂર્વ અમ્પાયર અસદ રૌફનું 66 વર્ષની ઉંમરે કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું. અસદ રૌફ આઈસીસીની અમ્પાયરની એલિટ પેનલનો ભાગ રહ્યા હતા. જોકે, તેઓ આઈપીએલમાં મેચ ફિક્સિંગ ઉપરાંત મુંબઈની એક મોડલના જાતિય સતામણીના આરોપોના કારણે બદનામ થયા હતા. આઈપીએલ વિવાદ બાદ તેની કારકિર્દી પર પૂર્ણવિરામ લાગી ગયું હતું.