gujarat titans vs delhi capitals, IPL: સુદર્શન અને મિલર ઝળક્યા, દિલ્હીને હરાવી ગુજરાતે સળંગ બીજો વિજય નોંધાવ્યો – ipl 2023 sai sudarshan and devid miller shine as gujart titans beat delhi capitals
બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ સાઈ સુદર્શનની આક્રમક અડધી સદીની મદદથી ગુજરાત ટાઈટન્સ ટીમે આઈપીએલ-2023 ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સળંગ બીજો વિજય નોંધાવ્યો હતો. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ગુજરાતની ટીમે બેટિંગ અને બોલિંગ બંનેમાં લાજવાબ પ્રદર્શન કર્યું હતું અને દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હરાવ્યું હતું. ટુર્નામેન્ટમાં હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ગુજરાત ટીમનો આ સળંગ બીજો વિજય …