Today News

T20 World Cup, T20 World Cup: Jasprit Bumrah બહાર થયા બાદ હવે પ્લાન B પર કામ કરશે ટીમ ઈન્ડિયા, બનાવી નવી રણનીતિ – t20 world cup no jasprit bumrah in squad team india is ready with plan b

T20 World Cup, T20 World Cup: Jasprit Bumrah બહાર થયા બાદ હવે પ્લાન B પર કામ કરશે ટીમ ઈન્ડિયા, બનાવી નવી રણનીતિ - t20 world cup no jasprit bumrah in squad team india is ready with plan b


ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પીઠમાં ઈજા થતાં ટી20 વર્લ્ડ કપમાંથી (T20 World Cup) બહાર થઈ ગયો છે, જે ભારત માટે આંચકા સમાન છે. હવે, સવાલ એ થઈ રહ્યો છે કે ભારત તરફથી ઝડપી બોલિંગ માટેનું નેતૃત્વ કોણ કરશે, કારણ કે ભારત 2007માં જીતેલા વર્લ્ડ કપને ફરીથી જીતવા માગે છે. 28 સપ્ટેમ્બરે પહેલીવાર બુમરાહને ઈજા થઈ હોવાની ખબર સામે આવી હતી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે, આ ફાસ્ટ બોલર વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે. જો કે, હવે તે ખરેખર બહાર થઈ ગયો છે. બુમરાહ ઈજાના કારણે એશિયા કપમાં પણ રમ્યો નહોતો. જો કે, તેનું સિલેક્શન ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે થયેલી ટી20 સીરિઝમાં થયું હતું અને તે ઓસ્ટ્રેલિયા સામેની બીજી અને ત્રીજી મેચ રમ્યો હતો. જો કે, ફરીથી પીડા ઉપડી અને સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાંથી બહાર થઈ ગયો.

India vs South Africa: સાઉથ આફ્રિકા 49 રને જીત્યું, ત્રીજી T20માં ભારતીય ટીમ ઓલઆઉટ

શમી કે દીપક ચહર કોને મળશે મુખ્ય ટીમમાં સ્થાન?
ભારત પાસે મહોમ્મદ શમી અને દીપક ચહર તરીકે ટી20 વર્લ્ડ કપ માટે બે રિઝર્વ ફાસ્ટ બોલર છે, બોર્ડમાં બંનેમાંથી કોઈ એકને જ મુખ્ય ટીમમાં સ્થાન આપી શકે છે. BCCI આ ફેરફાર 15 ઓક્ટોબર સુધીમાં કરી શકે છે, ત્યારબાદ તેમણે ICCના ટેકનિકલ ગ્રુપ પાસેથી મંજૂરી લેવી પડશે. આ પહેલા ઘૂંટણની ઈજાના કારણે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થયો હતો.

પોતાની ઈજા અંગે જસપ્રિત બુમરાહે તોડ્યું મૌન, છલકાયું T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાનું દર્દ

6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જશે ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમ હજુ પણ દીપક હુડ્ડાના ફિટનેસ મૂલ્યાંકનની રાહ જોઈ રહી છે, જે 15 સભ્યોની વર્લ્ડ કપ ટીમનો ભાગ છે. હુડ્ડા પણ પીઠની ઈજાના કારણે હાલ એનસીએ, બેંગ્લોરમાં છે. ભારતીય ટીમ 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થવાની છે. ભારત પાસે બીજો પણ એક વિકલ્પ છે, જેમાં તે પોતાની બોલિંગની નબળાઈને ઢાંકવા માટે બેટિંગ મજબૂત બનાવી શકે છે. હાર્દિક પંડ્યા તેની ઓલરાઉન્ડર ક્ષમતા માટે વધુ પોપ્યુલર છે અને બુમરાહની ગેરહાજરીમાં પાંચ બોલર પર ટીમ નિર્ભર રહેશે.

ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ છે આ ચાર બોલર
હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અક્ષર પટેલ અને આર અશ્વિન-આ ચાર બોલર એવા છે, જેઓ બેટિંગ પણ સારી રીતે કરે છે અને ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. બેટ્સમેનથી ભરેલી ટીમ ઉતારવાથી અને મોટો સ્કોર કરવાથી બોલર્સ પરનું દબાણ પણ ઘટશે

Read Latest Cricket News And Gujarati News

Exit mobile version