T20 World Cup, T20 World Cup: ‘પાડોશીઓ, આ તમારા બસની વાત નથી ’, ટ્વિટ કર્યા પછી ઈરફાન પઠાણે કેમ આપ્યો ખુલાસો? - t20 world cup irfan pathan clarified on his tweet of grace in neighboring county

T20 World Cup, T20 World Cup: ‘પાડોશીઓ, આ તમારા બસની વાત નથી ’, ટ્વિટ કર્યા પછી ઈરફાન પઠાણે કેમ આપ્યો ખુલાસો? – t20 world cup irfan pathan clarified on his tweet of grace in neighboring county


T20 World Cup સીરિઝ હવે રોમાંચક બની ગઈ છે. પાકિસ્તાને ન્યુઝીલેન્ડની ટીમને હરાવી. ફાઈનલમાં હવે પાકિસ્તાનની ભારત સાથે ટક્કર થશે કે નહીં તે આજે જાણવા મળશે. પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ હોબાળો મચી ગયો છે. લોકો જાતજાતના વીડિયો, મીમ્સ શેર કરીને સમગ્ર સ્થિતિની મજા લઈ રહ્યા છે. પાકિસ્તાનના યુઝર્સ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ભારતના ક્રિકેટ ફેન્સ પણ પાકિસ્તાન અને ભારત આમનેસામને થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલ-રાઉન્ડર ઈરફાન પઠાણની એક ટ્વિટે સૌનું ધ્યાન ખેંચ્યુ હતું. ઈરફાનની ટ્વિટની ટીકા પણ થઈ અને તેના એક કલાક પછી તેમણે ખુલાસો પણ આપ્યો.

T20 World Cup: પાકિસ્તાનનો શાનદાર વિજય, ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત ફાઈનલમાં પહોંચ્યું
ઉલ્લેખનીય છે કે, બાબર આઝમના સુકાનીપદ હેઠળ પાકિસ્તાનની ટીમે ન્યુઝીલેન્ડ ટીમને હરાવી અને 13માં પહેલી વાર વર્લ્ડ કપના ફિનાલેમાં પહોંચ્યા. પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સ ખુશ થયા હશે તે સ્વાભાવિક છે, પરંતુ આ ખુશી વ્યક્ત કરવામાં અમુક યુઝર્સ ભારતીય ક્રિકેટ ફેન્સને ટ્રોલ કરવા લાગ્યા. આવા જ એક યુઝરને ઈરફાન પઠાણે વળતો જવાબ આપ્યો હતો. ઈરફાન પઠાણે ટ્વિટ કરીને લખ્યું કે, પાડોશીઓ, જીત તો આવતી જતી રહે છે. પરંતુ ગ્રેસ તમારા બસની વાત જ નથી.

ઈરફાન પઠાણની આ ટ્વિટની ટીકા થઈ. માનવામાં આવ્યું કે ભારતીય ક્રિકેટર પાકિસ્તાનની ટીમના પ્લેયર્સ પર ટિપ્પણી કરી રહ્યો છે. ઈરફાન પઠાણને જ્યારે લાગ્યું કે તેમના ટ્વિટનો આ પ્રકારનો અર્થ નીકાળમાં આવી રહ્યો છે, તો તેણે એક કલાક પછી ખુલાસો આપ્યો. ઈરફાન પઠાણે પોતાની જ ટ્વિટ સાથે નીચે લખ્યું કે, આ ટ્વિટ કોઈ પણ ખેલાડી માટે નહોતી, ક્યારેય નહોતી.

નોંધનીય છે કે ગઈકાલની મેચમાં પાકિસ્તાન સામે 153 રનનો આસાન કહી શકાય તેવો લક્ષ્યાંક હતો. તેમાં પણ વિકેટકીપર બેટર મોહમ્મદ રિઝવાન અને સુકાની બાબર આઝમની ઓપનિંગ જોડીએ આ લક્ષ્યાંકને વધારે આસાન બનાવી દીધો હતો. ટુર્નામેન્ટમાં પાકિસ્તાની બેટર્સનું પ્રદર્શન એટલું પ્રભાવશાળી રહ્યું નથી પરંતુ સેમિફાઈનલ જેવી મહત્વની મેચમાં બાબર અને રિઝવાને ફોર્મ પરત મેળવી લીધું હતું. આ જોડીએ ધમાકેદાર અંદાજમાં બેટિંગ કરી હતી અને શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવીને ન્યૂઝીલેન્ડના બોલર્સને કોઈ તક આપી ન હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *