New Zealand T20 World Cup 2022

t20 world cup 2022, T20 World Cup: ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની – t20 world cup 2022 new zealand become first team to qualify for semi finals


Edited by Chintan Rami | I am Gujarat | Updated: 4 Nov 2022, 5:50 pm

T20 World Cup 2022, New Zealand Qualify for Semi Finals: ન્યૂઝીલેન્ડે તેની અંતિમ ગ્રુપ મેચમાં આયર્લેન્ડને 35 રને પરાજય આપ્યો હતો. જેના કારણે વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને અફઘાનિસ્તાન સામેની મેચમાં 180થી વધુ રનનો સ્કોર નોંધાવવાની જરૂર હતી. પરંત ઓસ્ટ્રેલિયા તેટલો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ રહ્યું હતું. જેના કારણે સારી રન રેટથી ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં પહોંચી ગયું

 

હાઈલાઈટ્સ:

  • સુપર-12ના ગ્રુપ-એમાં ન્યૂઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને ઈંગ્લેન્ડની ટીમો સેમિફાઈનલની રેસમાં છે
  • શુક્રવારે રમાયેલા મુકાબલામાં અફઘાનિસ્તાની ટીમે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હંફાવ્યું હતું
  • ન્યૂઝીલેન્ડે તેની અંતિમ ગ્રુપ મેચમાં આયર્લેન્ડને 35 રને પરાજય આપ્યો હતો
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ નોકટાઉટ તરફ આગળ વધી રહ્યો છે. તેમાં ન્યૂઝીલેન્ડની ટીમ સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ વખતે સુપર-12 રાઉન્ડના બંને ગ્રુપોમાં જો અને તોની સ્થિતિ સર્જાઈ છે. તેવામાં શુક્રવારે અફઘાનિસ્તાને અત્યંત મહત્વની મેચમાં ઓસ્ટ્રેલિયાને 20 ઓવરમાં આઠ વિકેટે 168 રન નોંધાવવા દીધા હતા જેના કારણે ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. આ મેચમાં અફઘાનિસ્તાને લાજવાબ પ્રદર્શન કર્યું હતું પરંતુ તેને ચાર રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડે તેની અંતિમ ગ્રુપ મેચમાં આયર્લેન્ડને 35 રને પરાજય આપ્યો હતો. જેના કારણે વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને અફઘાનિસ્તાન સામેની મેચમાં 180થી વધુ રનનો સ્કોર નોંધાવવાની જરૂર હતી. પરંત ઓસ્ટ્રેલિયા તેટલો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ રહ્યું હતું. જેથી રનરેટના આધારે ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. ન્યૂઝીલેન્ડની રન રેટ +2.113 જ્યારે ઓસ્ટ્રેલિયાની રન રેટ +1.877 છે. સુપર-12ના ગ્રુપ-એમાં ન્યૂઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને ઈંગ્લેન્ડની ટીમો સેમિફાઈનલની રેસમાં છે.

અફઘાનિસ્તાને ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હંફાવ્યું
શુક્રવારે રમાયેલા મુકાબલામાં અફઘાનિસ્તાની ટીમે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હંફાવ્યું હતું. રાશિદ ખાનની તોફાની બેટિંગની મદદથી અફઘાનિસ્તાને અંતિમ ઓવર સુધી લડત આપી હતી. જોકે, અંતે તેનો ચાર રનથી પરાજય થયો હતો. અફઘાનિસ્તાને ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ નિર્ધારીત 20 ઓવરમાં આઠ વિકેટે 168 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે ગ્લેન મેક્સવેલે 32 બોલમાં છ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 54 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે મિચેલ માર્શે 30 બોલમાં 45 રન ફટકાર્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. ડેવિડ વોર્નરે 25 રનનું યોગદાન આપ્યું હતું.

169 રનના લક્ષ્યાંકના જવાબમાં અફઘાનિસ્તાની ટીમે બેટિંગમાં લાજવાબ પ્રદર્શન કર્યું હતું. ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝે 17 બોલમાં 30 રન ફટકાર્યા હતા. જ્યારે ઈબ્રાહિમ ઝાદરાને 26 રનનું યોગદાન આપ્યું હતું. ગુલબદિન નૈબે 23 બોલમાં તાબડતોડ 39 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. જોકે, અફઘાનિસ્તાનની બેટિંગનું મુખ્ય આકર્ષણ રાશિદ ખાનની બેટિંગ રહી હતી. રાશિદ ખાને તોફાની બેટિંગ કરીને અફઘાનિસ્તાનની વિજયની આશા જીવંત રાખી હતી પરંતુ અંતે ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. રાશિદ ખાન ત્રણ ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 23 બોલમાં 48 રન ફટકારીને અંત સુધી નોટઆઉટ રહ્યો હતો.

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *