શમીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે જ્યારે મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુરને બેક અપ તરીકે સામેલ કરવામાં આવ્યા છે. તેઓ ટૂંક સમયમાં જ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. ટી20 વર્લ્ડ કપનો પ્રારંભ 16 ઓક્ટોબરથી થશે જ્યારે 13 નવેમ્બરે ફાઈનલ રમાશે. નોંધનીય છે કે પીઠમાં થયેલી ઈજાના કારણે જસપ્રિત બુમરાહ અનિશ્ચિત સમય સુધી ક્રિકેટમાંથી બહાર થઈ ગયો છે. મોહમ્મદ શમી છેલ્લે યુએઈમાં રમાયેલા ગત ટી20 વર્લ્ડ કપમાં પોતાની અંતિમ ટી20 મેચ રમ્યો હતો.
મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઘરઆંગણે રમાયેલી છ ટી20 મેચમાં રમવાનો હતો. જોકે, તેને કોરોના થતાં આઈસોલેશનમાં રહેવું પડ્યું હતું. પાછો ફર્યા બાદ તેને ઓસ્ટ્રેલિયા જતાં પહેલા એનસીએમાં પોતાની ફિટનેસ સાબિત કરવી પડી હતી. મોહમ્મદ શમીએ અત્યાર સુધી 17 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી છે જેમાં તેણે 18 વિકેટ ઝડપી છે.
ઝડપી બોલર દીપક ચહર પણ ઈજાના કારણે થઈ ગયો છે બહાર
યુવાન ઝડપી બોલર દીપક ચહર પીઠની ઈજાના કારણે ટી20 વર્લ્ડ કપની બહાર થઈ ગયો છે. દીપક ચહર ટી20 વર્લ્ડ કપ માટેની ટીમમાં સ્ટેન્ડબાય ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ઈજાના કારણે ટી20 વર્લ્ડ કપની બહાર થયા બાદ દીપક ચહરને ટીમમાં સામેલ કરવામાં આવશે તેવું માનવામાં આવતું હતું. પરંતુ હવે દીપક જ ઈજાગ્રસ્ત થયો છે અને તેને સાજા થવામાં થોડો સમય લાગશે.