T20 World Cup: ભારતીય ટીમની જાહેરાત, જસપ્રિત બુમરાહ-હર્ષલ પટેલનું પુનરાગમન - t20 world cup bcci announces team india jasprit bumrah harshal patel return

T20 World Cup: ભારતીય ટીમની જાહેરાત, જસપ્રિત બુમરાહ-હર્ષલ પટેલનું પુનરાગમન – t20 world cup bcci announces team india jasprit bumrah harshal patel return


ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માટે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah)નું પુનરાગમન થયું છે જ્યારે હર્ષલ પટેલ (Harshal Patel)ને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ બંને ખેલાડીઓ ઈજાના કારણે એશિયા કપમાં રમી શક્યા ન હતા. જોકે, બંને સંપૂર્ણ પણે ફિટ થઈ ગયા બાદ તેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે, અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને સ્ટેન્ડબાય ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે. જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલને બાદ કરતા ટી20 વર્લ્ડ કપની ટીમમાં એશિયા કપમાં રમેલા મોટા ભાગના ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ટી20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રમાશે.
Asia Cup 2022 Final: પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન Mohammad Rizwan જ ફાઈનલમાં વિલન બન્યો!ટી20 વર્લ્ડ કપ માટે જાહેર કરવામાં આવેલી 15 ખેલાડીઓની ટીમની આગેવાની રોહિત શર્મા કરશે જ્યારે લોકેશ રાહુલને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. એશિયા કપમાં સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચમાં મહત્વની ક્ષણોએ નિરાશાજનક પ્રદર્શન કરનારા ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને મુખ્ય ટીમમાં સામેલ કરાયો છે જ્યારે મોહમ્મદ શમીને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત પાકિસ્તાન સામેની મેચમાં કેચ છોડનારા અને તેના કારણે ટ્રોલ થનારા યુવાન ઝડપી બોલર અર્શદીપ સિંહને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.
T20 World Cup: ભારતીય ટીમની જાહેરાત, જસપ્રિત બુમરાહ-હર્ષલ પટેલનું પુનરાગમન - t20 world cup bcci announces team india jasprit bumrah harshal patel returnસુનીલ ગાવસ્કરની રોહિતને સલાહઃ ટીમ ઈન્ડિયામાં ધોનીના બોલરને સામેલ કરો, T20 વર્લ્ડ કપ જીતી જશોવિકેટકીપર તરીકે રિશભ પંત અને દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યા છે. સ્પિન બોલિંગ ડિપાર્ટમેન્ટમાં અનુભવી બોલર રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલ સામેલ છે. જ્યારે ઓલ-રાઉન્ડર ખેલાડીઓમાં હાર્દિક પંડ્યા અને દીપક હૂડાને સામેલ કરાયા છે. ઝડપી બોલિંગની જવાબદારી જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહ પર રહેશે.

ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ આ મુજબ છેઃ રોહિત શર્મા (સુકાની), લોકેશ રાહુલ (ઉપસુકાની), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હૂડા, રિશભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

સ્ટેન્ડબાય ખેલાડીઃ મોહમ્મદ શમી, શ્રેયસ ઐય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *