T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની એક વાતથી ભારે ચિંતિત છે ગાવસ્કર - sunil gavaskar feels bhuvneshwar kumars death over bowling is real concern for team india

T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની એક વાતથી ભારે ચિંતિત છે ગાવસ્કર – sunil gavaskar feels bhuvneshwar kumars death over bowling is real concern for team india


લિજેન્ડરી ક્રિકેટર સુનીલ ગાવસ્કરનું માનવું છે કે ડેથ ઓવર્સમાં અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારનું કંગાળ પ્રદર્શન આગામી ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની સૌથી મોટી ચિંતાનો વિષય છે. ટી20 વર્લ્ડ કપ આગામી મહિનાથી ઓસ્ટ્રેલિયામાં રમાશે. છેલ્લી કેટલીક મેચોમાં ભુવનેશ્વર કુમારે ડેથ ઓવર્સમાં ઘણા રન આપ્યા છે. મંગળવારે મોહાલીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભુવનેશ્વરે 19મી ઓવરમાં 16 રન આપી દીધા હતા જેના કારણે ઓસ્ટ્રેલિયન ટીમ 209 રનનો લક્ષ્યાંક પાર પાડવામાં સફળ રહી હતી.

ગાવસ્કરે જણાવ્યું હતું કે, મને નથી લાગતું કે મેદાનમાં વધારે ઝાકળ હતી. મેચ દરમિયાન આપણે ફિલ્ડર્સ કે બોલર્સને બોલને સૂકો કરવા કે પોતાના હાથને સૂકા કરવા માટે ટોવેલનો ઉપયોગ કરતા જોવા મળ્યા ન હતા. આ કોઈ બહાનુ નથી. ભારતની બોલિંગ સારી રહી ન હતી. ઉદાહરણ તરીકે 19મી ઓવર…. આ સૌથી મોટી ચિંતાનો વિષય છે. દરેક વખતે ભુનવેશ્વર કુમાર જેવો બોલર રન આપે છે. પાકિસ્તાન, શ્રીલંકા અને હવે ઓસ્ટ્રેલિયા સામે તેણે 18 બોલ કર્યા હતા જેમાં તેણે 49 રન આપ્યા છે. તે પ્રમાણે જોઈએ તો તેણે પ્રત્યેક બોલમાં ત્રણ રન આપ્યા છે. તેના અનુભવ અને ક્ષમતાને જોતા તેણે તે 18 બોલમાં 35-36 રન આપવા જોઈતા હતા. ભારત માટે આ ખરી ચિંતાનો વિષય છે.

ભૂતપૂર્વ ભારતીય સુકાનીએ જણાવ્યું હતું કે ભારત સારા સ્કોરનો બચાવ કરવા સક્ષમ ન હતું પરંતુ તેમને આશા વ્યક્ત કરી હતી કે જસપ્રિત બુમરાહના આગમનથી બોલિંગ ડિપાર્ટમેન્ટ મજબૂત બનશે. ઝડપી બોલર જસપ્રિત બુમરાહ આ વર્ષની શરૂઆતમાં જુલાઈ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી મર્યાદિત ઓવર્સની સીરિઝથી ઈજાના કારણે બહાર થઈ ગયો છે. ગાવસ્કરે જણાવ્યું હતું કે બુમરાહ જ્યારે કમબેક કરશે ત્યારે ટીમની સ્થિતિ અલગ હશે. તે શરૂઆતમાં વિકેટ લે છે અને તેના આગમનથી ટીમ મજબૂત બનશે.

ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની કંગાળ ફિલ્ડિંગની ઝાટકણી કાઢી હતી. 209 રનના લક્ષ્યાંકનો બચાવ કરતા ભારતે ત્રણ કેચ છોડ્યા હતા જે ઘણા મોંઘા સાબિત થયા હતા જેમાં કેમેરોન ગ્રીન અને મેથ્યુ વેડના કેચ પણ સામેલ હતા. ગ્રીને 30 બોલમાં 61 રન ફટકાર્યા હતા જ્યારે મેથ્યુ વેડે 21 બોલમાં 45 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. શાસ્ત્રીએ કહ્યું હતું કે, આજે હું ભારતીય ટીમની ફિલ્ડિંગથી ઘણો જ નિરાશ થયો છું. ભારતે આ બાબતમાં ઝડપથી સુધારો લાવવો પડશે. જ્યારે મોટી ટુર્નામેન્ટમાં મોટી ટીમો સામે વિજય નોંધાવવો હશે તો ફિલ્ડિંગ અત્યંત મજબૂત હોવી જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *