Today News

T20 વર્લ્ડ કપઃ મેલબોર્નમાં રમાનારી ભારત-પાકિસ્તાન મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ – icc mens t20 world cup 2022 tickets for india vs pakistan match in mcg sold out

T20 વર્લ્ડ કપઃ મેલબોર્નમાં રમાનારી ભારત-પાકિસ્તાન મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ - icc mens t20 world cup 2022 tickets for india vs pakistan match in mcg sold out


Edited by Chintan Rami | Agencies | Updated: 15 Sep 2022, 6:07 pm

ICC T20 World Cup 2022: આઈસીસી એ તે પણ ખુલાસો કર્યો હતો કે આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપ માટે જુદા-જુદા 82 દેશોમાંથી કુલ 5,00,000થી વધુ ટિકિટોનું વેચાણ થયું છે. આઈસીસી ટી20 વર્લ્ડ કપ તમામ ઉંમરના અને કોઈ પણ બેકગ્રાઉન્ડ ધરાવતા ક્રિકેટપ્રેમીઓને આવકારવા માટે સજ્જ છે. 5,00,000 ચાહકોએ અત્યારથી જ પોતાની ટિકિટો ખરીદી લીધી છે.

 

હાઈલાઈટ્સ:

  • ICC T20 વર્લ્ડ કપમાં 23 ઓક્ટોબરે મેલબોર્નમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જામશે
  • આઈસીસી એ તે પણ જણાવ્યું છે કે ટિકિટો સસ્તી હોવાના કારણે તેનું વેચાણ મોટા પ્રમાણમાં થયું છે
  • પ્રથમ રાઉન્ડ અને સુપર-12ની મેચો માટે બાળકોની ટિકિટોના ભાવ ફક્ત 5 ડોલર છે
ભારત અને પાકિસ્તાનના રાજકીય સંબંધો ખરાબ હોવાના કારણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી રમાવાનું ઘણા વર્ષોથી બંધ થઈ ગયું છે. આ બંને ટીમો આઈસીસીની કોઈ ટુર્નામેન્ટમાં જ આમને સામને થાય છે. હાલમાં બંને ટીમો એશિયા કપમાં ટકરાઈ હતી. હવે બે કટ્ટર હરીફ ટીમ આગામી મહિને રમાનારા આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં એકબીજા સામે ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુકાબલો થશે. જોકે, તે મેચની તમામ ટિકિટો અત્યારથી જ વેચાઈ ગઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે આઈસીસી એ જણાવ્યું હતું કે, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 23 ઓક્ટોબરે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. સ્ટેન્ડિંગ રૂમની વધારાની ટિકિટો પણ વેચાણમાં મૂકાયાની થોડી જ મિનિટોમાં વેચાઈ ગઈ હતી.

આ ઉપરાંત આઈસીસી એ તે પણ ખુલાસો કર્યો હતો કે આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપ માટે જુદા-જુદા 82 દેશોમાંથી કુલ 5,00,000થી વધુ ટિકિટોનું વેચાણ થયું છે. આઈસીસી ટી20 વર્લ્ડ કપ તમામ ઉંમરના અને કોઈ પણ બેકગ્રાઉન્ડ ધરાવતા ક્રિકેટપ્રેમીઓને આવકારવા માટે સજ્જ છે. 5,00,000 ચાહકોએ અત્યારથી જ પોતાની ટિકિટો ખરીદી લીધી છે. 82 દેશોમાંથી ક્રિકેટપ્રેમીઓએ ટિકિટો ખરીદી છે. 2020માં રમાયેલા વિમેન્સ વલ્ડ કપ બાદ પ્રથમ વખત ફૂલ સ્ટેડિયમમાં આઈસીસીની ઈવેન્ટ રમાશે. વિમેન્સ વર્લ્ડ કપની ફાઈનલમાં મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં 86,174 પ્રેક્ષકો હાજર રહ્યા હતા.

આઈસીસી એ તે પણ જણાવ્યું છે કે ટિકિટો સસ્તી હોવાના કારણે તેનું વેચાણ મોટા પ્રમાણમાં થયું છે. બાળકોની 85,000થી વધુની ટિકિટો વેચાઈ છે. પ્રથમ રાઉન્ડ અને સુપર-12ની મેચો માટે બાળકોની ટિકિટોના ભાવ ફક્ત 5 ડોલર છે જ્યારે પુખ્તવયના લોકોની ટિકિટોની કિંમત 20 ડોલરથી શરૂ થાય છે. ટુર્નામેન્ટ નજીક આવશે ત્યારે સત્તાવાર રિ-સેલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવી શકે છે જ્યાં ફેન્સ ફેસ વેલ્યુથી પોતાની ટિકિટ એક્સચેન્જ કરાવી શકે છે.

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Exit mobile version