તે બાળકોની ડિમાન્ડ પર સુપલા શોટ રમ્યો. સાથે જ તેણે એ વિડીયો પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. તેણે લખ્યું કે, – ઓન ડિમાન્ડ સુપલા શોટ. વિડીયોમાં તે બાળકોથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે કમરને બેન્ડ કરી લેગ સાઈડમાં સ્કૂપ શોટના અંદાજમાં દડાને રમે છે. ભીડની વચ્ચે રમાયેલા આ શોટમાં દડો બેટને અથડાયા બાદ રોકેટની ઝડપે નીકળે છે.
રસપ્રદ વાત એ છે કે, તે બાળકોથી ઘેરાયેલો હોવા છતાં દડાને સરળતાથી ઉપરથી નીકળી દે છે. જો તે ઓફિશિયલ ક્રિકેટ હોત તો કદાચ 4 કે 6 રન બન્યા હોત. તેનો આ શોટ જોઈ ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠે છે. તો, સૂર્યાના ચહેરા પર પણ ખુશી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, સૂર્યાનો હાલ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે.
સૂર્યાએ વિદર્ભ ક્રિકેટ એસોસિએશનના જામઠા ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાની ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. જોકે, એ મેચમાં તે માત્ર 8 રન બનાવી આઉટ થઈ ગયો હતો. તે પછી તેને દિલ્હી અને ઈન્દોર ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નહોંતો કરાયો. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે સીરિઝની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદની ટેસ્ટમાં સૂર્યકુમારને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે તેવી આશા ફેન્સ રાખી રહ્યા છે.