અમદાવાદઃ રામોલમાં રહેતી 27 વર્ષીય મહિલાનું કોરોનાના કારણે મોત, એક જ દિવસમાં કેસ બમણા થયા
ઈજાગ્રસ્ત થયો સૂર્યકુમાર યાદવ
અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત થયો હતો. ટોસ ગુમાવ્યા બાદ પહેલા બેટિંગ કરી રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમની 17મી ઓવરના ચોથા બોલ પર ઘટના બની હતી, જ્યારે પેસર જેસન બેહરરેનડોર્ફે મિડલ સ્ટંપ પર એક લેન્થ બોલ ફેંક્યો હતો, જેને અક્ષર પટેલે લોન્ગ ઓન તરફ સીધો બોલરના માથા પર જવા દીધો હતો. બાઉન્ડ્રી પર ઉભેલો સૂર્યા કેચ લેવાની તૈયારીમાં હતો પરંતુ ફ્લડલાઈટ્સના અજવાળામાં બોલ ધૂંધળો દેખાતા તેને જમણી આંખ પર વાગ્યો હતો. પીડામાં તે નીચે બેસી ગયો હતો, જે બાદ ફિઝિયો ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા અને ટેસ્ટ બાદ તેને ડ્રેસિંગ રૂમમાં લઈ જવાયો હતો.
ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની IMDની આગાહી, ગરમી પણ ભૂક્કા કાઢશે
આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે સૂર્યકુમાર યાદવ
મુંબઈ ઈન્ડિયન્સનો આ ખેલાડી છેલ્લી સીઝનમાં ટીમ માટે ઘણી સારી ઈનિંગ રમ્યો હતો, પરંતુ હાલની સીઝનની શરૂઆતની બે મેચમાં તે 15 અને 1 જ રન બનાવી શક્યો હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝની ત્રણ મેચમાં પણ તે ખાતું ખોલાવ્યા વગર પહેલા બોલમાં આઉટ થયો હતો. તેવામાં ભારતના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ તેને સતર્ક રહેવાની સલાહ આપી હતી.
દિલ્હી કેપિટલ્સે આપ્યું હતું 173 રનનું લક્ષ્ય
મેચની વાત કરીએ તો, અક્ષર પટેલ (25 બોલમાં પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગાના આધારે 54 રન) અને કેપ્ટન ડેવિડ વોર્નરે (47 બોલમાં છ ચોગ્ગાના આધારે 51 રન) છઠ્ઠી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી હતી, તેમ છતાં ટીમ 19.4 ઓવરમાં પેવેલિયન ભેગી થઈ હતી. આ બે સિવાય દિલ્હી કેપિટલ્સનો કોઈ પણ બેટ્સમેન 30ના આંકડાને સ્પર્શી શક્યો નહોતો. મુંબઈ તરફથી અનુભવી લેગ સ્પિનર પીયૂષ ચાવલાએ 22 રન આપીને 3 વિકેટ લીધી હતી જ્યારે જેસન બેહરનડોર્ફે તેને સાથ આપતાં 23 રન પર ત્રણ વિકેટ હડપી હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો 6 વિકેટથી વિજય થયો હતો.
Read latest Cricket News and Gujarati News