Today News

Suryakumar Yadav, IND vs WI: પહેલી વનડેમાં સૂર્યકુમાર યાદવે કેમ પહેરી હતી સંજુ સેમસનની જર્સી? કારણ જાણી પકડી લેશો માથું! – ind vs wi why suryakumar yadav wore sanju samson jersey in first match

Suryakumar Yadav, IND vs WI: પહેલી વનડેમાં સૂર્યકુમાર યાદવે કેમ પહેરી હતી સંજુ સેમસનની જર્સી? કારણ જાણી પકડી લેશો માથું! - ind vs wi why suryakumar yadav wore sanju samson jersey in first match


ભારત અને વેસ્ટઈન્ડિઝ (IND vs WI) વચ્ચે ટેસ્ટ ખતમ થયા બાદ ત્રણ મેચોની વનડે સીરિઝની શરૂઆત થઈ ગઈ છે. જેની પહેલી મેચ ગુરુવારે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો વિસ્ફોટક મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ચર્ચામાં રહ્યો હતો. આ પાછળ તેની તોફાની બેટિંગ નહીં પરંતુ તેની જર્સી રહી. વાત એમ છે કે, પહેલી વનડે માટે તે પોતાની જર્સી નહીં પરંતુ સાથી ખેલાડી સંજુ સેમસનની (Sanju Samson) જર્ની પહેરીને રમતો દેખાયો હતો. તેણે આવું કેમ કર્યું તે જાણવા માટે દરેક કોઈ આતુર છે. તેવામાં હવે તેનો ખુલાસો થયો છે, જેમાં તે વાતની જાણ થઈ છે કે સૂર્યકુમાર કેમ સંજુની જર્સી પહેરીને રમી રહ્યો હતો.

IND vs PAK: વર્લ્ડ કપ 2023 માટે ભારત vs પાકિસ્તાનની મેચને લઈને BCCIનો મોટો નિર્ણય

આ કારણથી સૂર્યકુમાર યાદવે પહેરી હતી સંજુ સેમસનની જર્સી
મળી રહેલી માહિતી પ્રમાણે, ટીશર્ટની સાઈઝ અને નવી ટીશર્ટ આવવામાં વિલંબ થયો હોવાના કારણે સૂર્યકુમાર યાદવ ગુરુવારે સંજુ સેમસનની જર્સી પહેરીને વેસ્ટઈન્ડિઝ સામે રમવા ઉતર્યો હતો. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, મેચની પૂર્વ સંધ્યાએ સૂર્યકુમારે ટીમ મેનેજમેન્ટને પોતાની જર્સીની સાઈઝ વિશે જણાવ્યું હતું. તે તેની સાથે એક ફોટોશૂટ કરાવવામાં સફળ રહ્યો હતો, પરંતુ તેની જર્સીની સાઈઝમાં ફેરફાર કરવામાં આવે તેવી અપીલ કરી હતી. સૂર્યકુમારને મેચના દિવસે મળેલી જર્સી લાર્જના બદલે મીડિયમ સાઈઝની નીકળી હતી.

વિરાટ કોહલીએ એક હાથે ડાઈવ મારી ગજ્જબ કેચ પકડ્યો, જાડેજાએ મેદાન પર આ શું કર્યું!

રમવા માટે સૂર્યકુમારે સંજુ સેમસન પાસે માગી જર્સી
સાઈઝની જર્સી ન હોવાના કારણે સૂર્યકુમાર યાદવે સેમસન પાસેથી જર્સી માગી હતી. કારણ કે પહેલી વનડે નહોતો રમી રહ્યો. ભારતીય ટીમે પહેલી વનડે માટે સેમસનની જગ્યાએ ઈશાન કિશનને સિલેક્ટ કર્યો હતો. નિયમ અનુસાર, ખેલાડી પોતાની જર્સી પાછળ છાપેલા નામ પર ટેપ લગાવી શકે નહીં, તેથી સૂર્યકુમાર પાસે સેમસન નામવાળી ટીશર્ટ પહેરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. રિપોર્ટ પ્રમાણે, શનિવારે બીજી વનડે મેચ બાદ જ નવી જર્સી ઉપલબ્ધ થશે.

બીજી વનડેમાં પણ પોતાની જર્સી નહીં પહેરી શકે સૂર્યકુમાર
બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, સૂર્યકુમાર યાદવને બીજી વનડે મેચ બાદ જ નવી જર્સી મળી શકશે, ત્યાં સુધી તેણે પોતાના સાથી ખેલાડીઓમાંથી કોઈની જર્સી પહેરવી પડશે. આ સાથે સૂત્રોએ ઉમેર્યું હતું કે ‘સૂર્યકુમારની જર્સીની સાઈઝને લઈને થોડી સમસ્યા હતી. ગેમના બે દિવસ પહેલા આ વિશે જણાવવામાં આવ્યું હતું. બીજી વનડે બાદ જ તેને નવી જર્સી મળશે. કારણ કે બીસીસીઆઈએ ટી20 સીરિઝ માટે પસંદ કરાયેલા ખેલાડીઓની જર્સી સાથે તેને મોકલી છે. ત્યાં સુધી તે સાથી ખેલાડીની જર્સીમાં દેખાશે’

Read latest Cricket News and Gujarati News

Exit mobile version