ભારતીય બેટિંગનું મુખ્ય આકર્ષણ સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગ રહી હતી. હાલમાં ટી20 ક્રિકેટમાં વિશ્વના નંબર વન બેટ્સમેન રહેલા સૂર્યકુમાર યાવદે શ્રીલંકાના બોલર્સની ધોલાઈ કરીને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. શ્રીલંકન બોલર્સ તેના પર નિયંત્રણ રાખી શક્યા ન હતા. તેણે તોફાની બેટિંગ કરીને પોતાની સદી પણ પૂરી કરી હતી. સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 112 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જેમાં સાત ચોગ્ગા અને નવ સિક્સર સામેલ હતી.
એક વાતચીતમાં જણાવ્યા મુજબ, ગયા વર્ષે જ્યારે સૂર્યાએ ઈંગ્લેન્ડમાં અને પછી ન્યુઝીલેન્ડમાં સદી ફટકારી હતી, ત્યારે હું બંને મેચ પછી તેને મળ્યો હતો, તેની સાથે અલગથી થોડી વાતચીત કરી હતી. તે જે રીતે બેફિકરાઈથી રમે છે અને તેનો ઉદ્દેશ્ય ચાહકોને સંપૂર્ણ મનોરંજન પૂરું પાડવાનો છે, તે મને વીરેન્દ્ર સેહવાગની યાદ અપાવે છે. વીરુ પણ પોતાના જમાનામાં એવરેજ અને સ્ટ્રાઈક રેટને બદલે ફેન્સના મનોરંજન પર ધ્યાન આપતો હતો.
મેં સૂર્યાને એમ પણ કહ્યું કે ભલે તેણે T20 ફોર્મેટમાં સદી ફટકારી હોય, પરંતુ વર્લ્ડ કપ દરમિયાન મેલબોર્નમાં ઝિમ્બાબ્વે સામેની તેની ઇનિંગ્સમાં તેની અદ્ભુત શૈલી કાયમ માટે અમર રહેશે. સૂર્યા હવે નવા વર્ષમાં ફાસ્ટ ફોર્મેટમાં વાઈસ-કેપ્ટન છે, બધા તેને વન-ડે ટીમમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની વાત કરી રહ્યા છે. ગૌતમ ગંભીર ટેસ્ટ ક્રિકેટમાં પણ સૂર્યાને ટીમ ઈન્ડિયાનો અભિન્ન હિસ્સો બનાવવાની વાત કરી રહ્યો છે.
તો પછી સૂર્યા શાસ્ત્રીની નજરમાંથી કેવી રીતે બચી ગયો?
વર્તમાન ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે તે હંમેશાં ટીમમાં કહેતો હતો કે સૂર્યાને 2020માં જ તક મળવી જોઈતી હતી. હવે સવાલ એ છે કે રવિ શાસ્ત્રી જે પોતે મુંબઈથી આવે છે તે ગાળા દરમિયાન સૂર્યાનું તેજ કેવી રીતે ના જોઈ શક્યા?