અમારા સહયોગી એનબીટી ઓનલાઈન સાથે વાત કરતા સૂર્યા કુમારના પિતા અશોક યાદવે જણાવ્યું કે સૂર્યા બાળપણથી જ રમતગમતમાં આગળ હતો. આમાં, માતાપિતા તરીકે, તેમણે સૂર્યા કુમારને સંપૂર્ણ સમર્થન આપ્યું. સૂર્યા કુમારના પિતા અશોક યાદવ ભાભા સંશોધન કેન્દ્રમાં મુખ્ય ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે. તેમણે કહ્યું કે તેમને કોઈ વાંધો નહોતો કે તેમનો પુત્ર રમતગમતમાં સારું પ્રદર્શન કરીને તેને પોતાની કારકિર્દી તરીકે અપનાવે. અશોક યાદવે એ પણ જણાવ્યું કે એક પિતા તરીકે તેમણે સૂર્યા કુમારને રમતગમતમાં પોતાનું ભવિષ્ય શોધવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા અને સમર્થન આપ્યું હતું.
ક્રિકેટની સાથે બેડમિન્ટન
અશોક કુમારે જણાવ્યું કે શરૂઆતના થોડા દિવસોમાં સૂર્યાે બેડમિન્ટન અને ક્રિકેટ આ બે રમતો તરફ પોતાનો રસ દાખવ્યો. બાદમાં, સૂર્યાકુમાર બેડમિન્ટનની પ્રેક્ટિસના થોડા કલાકો પછી ઘરે આવતો હતો. પણ તેનું મન રમતગમતમાં જ મગ્ન હતું. તેથી તેણે ક્રિકેટ પસંદ કર્યું. સૂર્યા દિવસભર બેટિંગ, ફિલ્ડિંગ, બોલિંગ અને ફિઝિકલ ફિટનેસ પર ધ્યાન આપીને ક્રિકેટ રમવાના મેદાન પર પોતાનો દિવસ પસાર કરતો હતો. અશોક યાદવે જણાવ્યું કે તેમના પુત્રએ મુંબઈના આઝાદ મેદાનમાં ક્રિકેટની પ્રેક્ટિસ શરૂ કરી. જ્યાં સૂર્યા કેટલીક સ્થાનિક મેચોમાં સારું પ્રદર્શન કર્યા બાદ વેંગસરકર ક્રિકેટ એકેડેમીમાં જોડાયો, ત્યાં સૂર્યાા તે એકેડમીમાં રહીને ઘણી ટુર્નામેન્ટમાં રમ્યો. જેમાં અંડર 15 અંડર 17, અંડર 19, અંડર 20 વગેરેનો સમાવેશ થાય છે. સૂર્યા કુમારે ઇમર્જિંગ એશિયા કપમાં પણ પોતાના સારા પ્રદર્શનથી પોતાની ટીમને જીત અપાવી હતી. અશોક યાદવે કહ્યું કે સૂર્યાએ આજે જે હાંસલ કર્યું છે તેમાં તેમના કોચ અશોક કામતની પણ મોટી ભૂમિકા છે.
ટોચ પર રહેવાનો મોટો પડકાર
પુત્ર વૈશ્વિક સ્તરે બેટિંગ લિસ્ટમાં ટોચ પર આવવા પર તેમની શું પ્રતિક્રિયા છે. પૂછાતા અશોક યાદવે કહ્યું કે સૂર્યાકુમાર સારું પ્રદર્શન કરી રહ્યો છે, તેણે કંસિસ્ટેન્સી સાથે રમવું પડશે. તેમણે પોતે પણ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે કોઈ સિદ્ધિ હાંસલ કર્યા પછી તે સિદ્ધિ જાળવી રાખવી એ એક મોટો પડકાર સાબિત થાય છે. બેટિંગના સંદર્ભમાં વર્તમાન સમયમાં તેણે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેના પર કંસિસ્ટેન્સી જાળવી રાખવા માટે પણ તે સખત મહેનત કરશે.
સૂર્યા કુમાર યાદવને ટેસ્ટ મેચ રમવાની તક મળે
અશોક યાદવે એમ પણ કહ્યું કે ક્રિકેટમાં તેમના પુત્રના સારા પ્રદર્શનને જોતા તેમને આશા છે કે સૂર્યાકુમારને ટેસ્ટ ક્રિકેટમાં પણ રમવાની તક આપવી જોઈએ. જો સૂર્યાને આ તક મળશે તો તે ટેસ્ટ ક્રિકેટમાં પણ વધુ સારું પ્રદર્શન કરીને ખેલાડી તરીકે નવા માપદંડો સ્થાપિત કરી શકશે.