suniel shetty, લોકેશ રાહુલના સમર્થનમાં આવ્યા સસરા સુનીલ શેટ્ટી, ટીકાકારોને આપ્યો જવાબ - sunil shetty gives fiery response to kl rahuls critics after mumbai odi heroics

suniel shetty, લોકેશ રાહુલના સમર્થનમાં આવ્યા સસરા સુનીલ શેટ્ટી, ટીકાકારોને આપ્યો જવાબ – sunil shetty gives fiery response to kl rahuls critics after mumbai odi heroics


છેલ્લા ઘણા સમયથી સતત નિષ્ફળ જઈ રહેલા ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર લોકેશ રાહુલની ચોમેરથી ટીકાઓ થઈ રહી છે. કંગાળ પ્રદર્શનના કારણે તેને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ચાર ટેસ્ટ મેચની સીરિઝની અંતિમ બે ટેસ્ટ મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જોકે, ઓસ્ટ્રેલિયા સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં રાહુલે મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. તેણે અણનમ 75 રન ફટકાર્યા હતા અને ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. લોકેશ રાહુલ માટે આ ઈનિંગ્સ ઘણી રાહત ભરેલી રહી હતી.

લોકેશ રાહુલની આ મેચ વિનિંગ ઈનિંગ્સ બાદ તેના સસરા અને બોલીવુડ સ્ટાર સુનીલ શેટ્ટીએ તેનું સમર્થન કર્યું હતું. સુનીલ શેટ્ટીએ રાહુલના ટીકાકારોને આકરો જવાબ આપ્યો હતો. સુનીલ શેટ્ટી પણ તેની આ ઈનિંગ્સથી ઘણો ખુશ દેખાતો હતો. તેણે કહ્યું હતું કે, ઉપરવાળો જ્યારે આપે છે ને ત્યારે બહારવાળા કંઈ પણ બોલે.
લોકેશ રાહુલની ટીકા કરવામાં ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર વેંકટેશ પ્રસાદની ટ્વિટ વાયરલ થઈ હતી. વેંકટેશ પ્રસાદે એકથી વધુ ટ્વિટ કરીને રાહુલની ટીકા કરી હતી. જેના કારણે વેંકટેશ પ્રસાદ અને ભૂતપૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપરા સાથે સોશિયલ મીડિયા પર ટ્વિટર યુદ્ધ છેડાયું હતું. જોકે, રાહુલે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડેમાં મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી ત્યારબાદ ટ્વિટર પર તેની પ્રશંસા પણ કરી હતી.

જોકે, બીજી વન-ડેમાં લોકેશ રાહુલ ફરીથી ફ્લોપ રહ્યો હતો. બીજી ટી20માં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 10 વિકેટે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ ફક્ત 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાએ 118 રનનો લક્ષ્યાંક વિના વિકેટે પાર પાડી લીધો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની સીરિઝ 1-1થી સરભર કરી લીધી છે. લોકેશ રાહુલે આ વર્ષે જાન્યુઆરીમાં સુનીલ શેટ્ટીની દિકરી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *