sundar pichai, Googleના CEO Sundar Pichaiને ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પાકિસ્તાની ફેન, એવો જવાબ આપ્યો કે બોલતી બંધ થઈ ગઈ - ind vs pak google ceo sundar pichai gave a benefitting reply to a pakistani fan

sundar pichai, Googleના CEO Sundar Pichaiને ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પાકિસ્તાની ફેન, એવો જવાબ આપ્યો કે બોલતી બંધ થઈ ગઈ – ind vs pak google ceo sundar pichai gave a benefitting reply to a pakistani fan




દિવાળીની પૂર્વ સંધ્યાએ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે યોજાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ (IND vs PAK) 4 વિકેટથી પરાજય આપીને દેશવાસીઓને શાનદાર ગિફ્ટ આપી હતી. ટોસ જીત્યા બાદ ભારતે પાકિસ્તાનને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું અને 160 રનનો લક્ષ્યાંક મેળવ્યો હતો. શરૂઆતમાં જ ટીમ ઈન્ડિયાની એક બાદ એક ચાર વિકેટ પડી હતી. જો કે, વિરાટ કોહલીએ (Virat Kohli) તોફાની બેટિંગ કરી હતી. એક સમય એવો હતો જ્યારે જીત પાકિસ્તાનના તરફેણમાં દેખાતી હતી. જો કે, વિરાટ કોહલીએ તોફાની બેટિંગ કરતાં 82 રન બનાવ્યા હતા અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) સાથે પણ સારી ભાગીદારી કરી હતી. કરોડો લોકોએ આ રોમાંચક મેચ નિહાળી હતી, તેમાંથી એક Googleના સીઈઓ સુંદર પિચાઈ (Sundar Pichai) પણ હતા.

IND vs PAK: રોહિત શર્માને નહોતી જીતની આશા, કોહલી અને પંડ્યા માટે કહી દિલ સ્પર્શનારી વાત

સુંદર પિચાઈએ પાકિસ્તાની ફેનને આપ્યો જવાબ

દિવાળીના પર્વ પર ભારતની જનતાને શુભેચ્છા પાઠવતાં સુંદર પિચાઈએ તેઓ આજે ફરીથી વારંવાર છેલ્લી ત્રણ ઓવર જોઈ રહ્યા હોવાનો ઉલ્લેખ ટ્વીટમાં કર્યો હતો. તેમણે લખ્યું હતું ‘શુભ દિપાવલી. આશા છે કે, આજે જેઓ પણ ઉજવણી કરી રહ્યા છે, તે તમામનો તેમના મિત્રો અને પરિવાર સાથેનો સમય સારો રહ્યો હશે. મેં આજે ફરીથી છેલ્લી ત્રણ ઓવર જોઈને ઉજવણી કરી, શું મેચ હતી’. આ પોસ્ટ પર કોમેન્ટ કરીને એક પાકિસ્તાની યૂઝરે તેમને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે લખ્યું હતું ‘તમારે શરૂઆતની ત્રણ ઓવર જોવી જોઈતી હતી’. તેના જવાબમાં સુંદર પિચાઈએ જે લખ્યું તે વાંચીને યૂઝરને બોલતી બંધ થઈ ગઈ હતી. તેમણે લખ્યું હતું ‘હા તે પણ જોઈ. ભુવી અને અર્શદીપે શું બોલિંગ કરી હતી’. સુંદર પિચાઈનો જવાબ વાંચીને કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ ખુશ થઈ ગયા અને પાકિસ્તાની ફેનની ‘સુંદર પિટાઈ’ કરી હોવાનું કહેવા લાગ્યા. આ સિવાય કેટલાકે તેમને ‘કિંગ’ પણ કહ્યા

બાબર આઝમ પણ બન્યો કોહલીનો ફેન, પાકિસ્તાની ટીમે તેની પાસેથી શું શીખવાની જરૂર છે જણાવ્યું

ન ટકી શક્યા પાકિસ્તાની ઓપનર
પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન બાબર આઝમ અને મહોમ્મદ રિઝવાને ગત ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે 152 રનની ભાગીદારી કરી હતી. તે મેચ ભારત 10 વિકેટથી હાર્યું હતું. પરંતુ આ મેચમાં અર્શદીપ સિંહે બંનેને શરૂઆતમાં જ ચાલતા કર્યા. બાબર આઝમ જ્યાં ગોલ્ડન ડક થયો તો રિઝવાન 12 બોલમાં માત્ર 4 જ રન બનાવી શક્યો હતો.

Read Latest Cricket News And Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *