Today News

stuart broad, સ્ટુઅર્ટ બ્રોડે રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ નોંધાવનારો વિશ્વનો ફક્ત બીજો બોલર બન્યો – ashes 2023 england vs australia stuart broad becomes second pacer to take 600 test wickets

stuart broad, સ્ટુઅર્ટ બ્રોડે રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ નોંધાવનારો વિશ્વનો ફક્ત બીજો બોલર બન્યો - ashes 2023 england vs australia stuart broad becomes second pacer to take 600 test wickets


ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એશિઝ સીરિઝની ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં બ્રોડે ટ્રેવિસ હેડની વિકેટ ઝડપીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 600 વિકેટ પૂરી કરી હતી. આ સાથે જ 37 વર્ષીય બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 600 કે તેથી વધુ વિકેટ ઝડપનારો વિશ્વનો પાંચમો બોલર બની ગયો છે. આ યાદીમાં બ્રોડ પહેલા શ્રીલંકાનો મુથૈયા મુરલીધરન, ઓસ્ટ્રેલિયાનો શેન વોર્ન, તેનો જ સાથે ખેલાડી જેમ્સ એન્ડરસન અને ભારતીય સ્પિનર અનિલ કુંબલે છે.

જોકે, સ્ટુઅર્ટ બ્રોડને 600 વિકેટ ઝડપવા માટે આ ચારેય બોલર કરતાં વધારે મેચ રમવી પડી છે. સ્ટુઅર્ટ બ્રોડે 166મી ટેસ્ટમાં 600 વિકેટ પૂરી કરી છે. મુથૈયા મુરલીધર સૌથી ઝડપી રહ્યો છે. તેણે 101 ટેસ્ટમાં જ પોતાની 600 વિકેટ પૂરી કરી લીધી હતી. ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવામાં પણ મુરલીધરન ટોચ પર છે. તેણે 800 વિકેટ ઝડપી છે. જ્યારે શેન વોર્ને 708, ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને 688 અને અનિલ કુંબલેએ 619 વિકેટ ઝડપી છે. જોકે, તે ટેસ્ટમાં 600 કે તેથી વધુ વિકેટ ઝડપનારો જેમ્સ એન્ડરસન બાદ વિશ્વનો બીજો ઝડપી બોલર બન્યો છે.

ટેસ્ટમાં પાંચ બોલર્સે 600 કે તેથી વધુ વિકેટ ઝડપી છે. જેમાંથી સ્ટુઅર્ટ બ્રોડ અને તેનો સાથી જેમ્સ એન્ડરસન જ હાલમાં એક્ટિવ ક્રિકેટમાં છે. એટલું જ નહીં તે આ રેકોર્ડ નોંધાવનારા બે ઝડપી બોલર છે જ્યારે બાકીના ત્રણ બોલર સ્પિનર છે. સ્ટુઅર્ટ બ્રોડ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન ક્રિસ બ્રોડનો દીકરો છે. તેણે 2007માં માઈકલ વોનની કેપ્ટનસીમાં કોલંબોમાં શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

સ્ટુઅર્ટ બ્રોડની ઈકોનોમી 27ની રહી છે. તે એકમાત્ર ઈંગ્લિશ બોલર છે જેણે ટેસ્ટમાં બે વખત હેટ્રિક ઝડપી છે. તેણે પ્રથમ હેટ્રિક ભારત વિરુદ્ધ ઝડપી હતી. 2011માં ભારત સામે રમાયેલી ટેસ્ટમાં તેણે 46 રન આપીને છ વિકેટ ઝડપી હતી અને આ દરમિયાન તેણે પોતાની પ્રથમ હેટ્રિક લીધી હતી. જ્યારે બીજી હેટ્રિક શ્રીલંકા સામે 2014માં લીધી હતી.

Exit mobile version