sourav ganguly, BCCI vs Sourav Ganguly: 'અહીં કોઈ કાયમી નથી', BCCI ચીફનું પદ છીનવી લેવાયા પર સૌરવ ગાંગુલીએ તોડ્યું મૌન - no one stay in administration forever says sourav ganguly after his exit from bcci president

sourav ganguly, BCCI vs Sourav Ganguly: ‘અહીં કોઈ કાયમી નથી’, BCCI ચીફનું પદ છીનવી લેવાયા પર સૌરવ ગાંગુલીએ તોડ્યું મૌન – no one stay in administration forever says sourav ganguly after his exit from bcci president


કોલકાતા: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના ચીફના પદેથી હટ્યા પછી સૌરવ ગાંગુલીએ પહેલી વખત મૌન તોડ્યું છે. તેમણે એમ કહેતા વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો કે, બોર્ડમાં કોઈપણ પદ પર કોઈપણ વ્યક્તિ કાયમી નથી. તાજેતરમાં જ થયેલી બોર્ડની એક મીટિંગ પછી અહેવાલો સામે આવ્યો હતો કે, તેમને પદ છોડવા કહેવાયું છે, જ્યારે કે તે બીજો કાર્યકાળ ઈચ્છતા હતા. આ અહેવાલ સામે આવ્યા પછી પશ્ચિમ બંગાળના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના ઘણા નેતાઓએ ગાંગુલીને હટાવવા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યો હતો, જ્યારે કે, ભાજપે આ દલીલને ફગાવી દીધી હતી.

એએનઆઈ મુજબ, તેમણે એક ઈવેન્ટમાં કહ્યું કે, ‘હું પાંચ વર્ષ સુધી બંગાળ ક્રિકેટ સંઘનો અધ્યક્ષ હતો. હું વર્ષોથી બીસીસીઆઈનો અધ્યક્ષ છું. આ બધી શરતો પછી તમારે જાણવું પડશે. એક વહીવટદાર તરીકે તમારે ટીમ માટે ઘણું યોગદાન આપવાનું હોય છે અને સ્થિતિને વધુ સારી બનાવવાની હોય છે. મેં એક ખેલાડી હોવાના કારણે તે બાબત સમજી. મેં એક વહીવટદાર તરીકે મારા સમયનો પૂરો આનંદ લીધો. તમે હંમેશા ટીમમાં ન રમી શકો અને વહીવટમાં ન રહી શકો.’ તેમણે કહ્યું કે, ‘આ જીવન ચક્ર છે. તેમાં ઉતાર-ચડાવ આવતા રહે છે. આ દરમિયાન જરૂરી હોય છે પોતાના પર વિશ્વાસ રાખવો.’ તેમણે કહ્યું કે, ‘હું એક એડમિનિસ્ટ્રેટર રહ્યો છું. હું બીજું કંઈક કરી લઈશ. જીવન માત્ર એ છે કે તમે પોતાની જાત પર વિશ્વાસ રાખો. દરેક પરીક્ષા લે છે. દરેક તેમાં નિષ્ફળ પણ થાય છે, પરંતુ જે બચે છે તે પોતાના પર વિશ્વાસ છે.’

કોણ લેશે ગાંગુલીનું સ્થાન?
સૌરવ ગાંગુલીને બદલે પૂર્વ ભારતીય ક્રિકેટર અને 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રોજર બિન્ની આગામી બીસીસીઆઈ અધ્યક્ષ બને તેવી શક્યતા છે. જ્યારે અરુણ ધૂમલની જગ્યાએ ભાજપના ધારાસભ્ય આશીષ શેલાર ખજાનચી બને તેવી પૂરી શક્યતા છે. રિપોર્ટસનું માનીએ તો જય શાહ બીસીસીઆઈ સચિવ તરીકે પોતાના પદ પર જળવાઈ રહેશે. બિન્નીએ પહેલા બીસીસીઆઈ પસંદગી સમિતિના સભ્યના રૂપમાં કામ કર્યું છે અને તેઓ 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય પણ છે. બિન્ની હાલમાં કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘના અધ્યક્ષ છે.

બોર્ડની બેઠકમાં શું થયું હતું?
મુંબઈની ટ્રાઈડન્ટ હોટલમાં મંગળવારે મળેલી બીસીસીઆઈની બેઠકમાં દેશના જુદા-જુદા ભાગોના વિવિધ સંઘોના પદાધિકારીઓએ બોર્ડમાં જુદા-જુદા પદો માટે ઉમેદવારી પત્ર ભર્યા હતા. 18 ઓક્ટોબરે થનારી ચૂંટણીઓ અંગે બીસીસીઆઈની આંતરિક બેઠકમાં ચર્ચા થઈ. બીસીસીઆઈના સીનિયર એડમિનિસ્ટ્રેટર રાજીવ શુક્લા બોર્ડના વાઈસ પ્રેસિડન્ટ તરીકે જળવાઈ રહેશે.

Read Latest Sports News And Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *