Women’s Premier League Auction: છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે વિમેન્સ પ્રીમિયર લીગ હવે શરૂ થવા જઈ રહી છે. તેના માટે સોમવારે મહિલા ક્રિકેટર્સ માટે હરાજી યોજવામાં આવી હતી. આ હરાજીમાં ભારતની સ્ટાર બેટર સ્મૃતિ મંધાના સૌથી મોંઘી ખેલાડી રહી હતી. જોકે, ત્યારબાદ સોશિયલ મીડિયા પર બાબર આઝમની મજાક ઉડી હતી.