Today News

smriti mandhana, ભાઈને જોઈને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, બની ‘નેશનલ ક્રશ’…આવી છે સ્મૃતિ મંધાનાની જર્ની – interesting facts about smriti mandhana who becomes costliest women player in womens premier league

smriti mandhana, ભાઈને જોઈને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, બની 'નેશનલ ક્રશ'...આવી છે સ્મૃતિ મંધાનાની જર્ની - interesting facts about smriti mandhana who becomes costliest women player in womens premier league


ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના હાલમાં ઘણી ચર્ચામાં છે. તેનું કારણ છે કે સ્મૃતિ મંધાના વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ)ની હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી રહી હતી. સ્મૃતિ મંધાનાને રોયલ ચેલેન્જર્સ બેંગોલોરે 3.40 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરી હતી. ત્યારબાદ તે ચર્ચામાં આવી છે. જોકે, આ પ્રથમ વખત નથી જ્યારે સ્મૃતિ મંધાના ચર્ચામાં આવી હોય. પોતાની લાજવાબ બેટિંગ, રેકોર્ડ્સ અને પોતાની સુંદરતાના કારણે તે ઘણી વખત ચર્ચામાં રહી છે. સ્મૃતિ મંધાના પોતાની ધમાકેદાર બેટિંગથી તો છવાયેલી રહે છે જ પરંતુ તેની સુંદરતાના કારણે ઘણી વખત સોશિયલ મીડિયા પર તેને ‘નેશનલ ક્રશ’ પણ કહેવામાં આવી હતી. સ્મૃતિ મંધાનાએ પોતાના ભાઈને જોઈને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.

વન-ડેમાં બેવડી સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા
સ્મૃતિ મંધાનાની કારકિર્દી ઘણી જ રસપ્રદ રહી છે. 1996માં જન્મેલી સ્મૃતિ મંધાનાને ક્રિકેટ રમવાની પ્રેરણા પોતાના ભાઈ શ્રવણ પાસેથી મળી છે. શ્રવણ પણ મહારાષ્ટ્ર માટે એજ ગ્રુપ ક્રિકેટ રમી ચૂક્યો છે. જ્યારે તેના પિતા શ્રીનિવાસ મંધાના પણ સાંગલી માટે ડિસ્ટ્રિક્ટ લેવલે ક્રિકેટ રમી ચૂક્યા છે. શ્રવણને જોઈને તેણે પણ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને તેના માટે તેણે આકરી મહેનત શરૂ કરી દીધી હતી. ઓક્ટોબર 2013માં તે ચર્ચામાં આવી હતી અને તેનું કારણ તેની વિસ્ફોટક બેટિંગ રહી હતી. ત્યારે સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઝોન અંડર-19 ટુર્નામેન્ટમાં ગુજરાત વિરુદ્ધ 150 બોલમાં 224 રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. ત્યારે તે કોઈ પણ વન-ડે મેચમાં બેવડી સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.

16 વર્ષની વયે શરૂ કરી આંતરરાષ્ટ્રીય કારકિર્દી
સ્મૃતિ મંધાનાએ એપ્રિલ 2013માં બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 મેચમાં આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે સ્મૃતિની ઉંમર ફક્ત 16 વર્ષ હતી. તે જ મહિનામાં સ્મૃતિ મંધાનાએ બાંગ્લાદેશ વિરુદ્ધ જ પોતાનું વન-ડે ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ 2014માં સ્મૃતિએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.

લાજવાબ રહી છે સ્મૃતિ મંધાનાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
સ્મૃતિ મંધાનાએ અત્યાર સુધી 77 વન-ડે, 112 ટી20 અને 4 ટેસ્ટ મેચ રમી છે. વન-ડેમાં તેણે 43.28ની સરેરાશ સાથે 3073 રન નોંધાવ્યા છે જેમાં પાંચ સદી અને 25 અડધી સદી સામેલ છે. જ્યારે તેણે આંતરરાષ્ટ્રીય ટી20માં 27.32ની સરેરાશ સાથે 2651 રન નોંધાવ્યા છે. જેમાં તેણે 20 અડધી સદી ફટકારી છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તેણે 46.42ની એવરેજથી 325 રન ફટકાર્યા છે. જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે.

સ્મૃતિ મંધાનાના નામે છે આ રેકોર્ડ્સ
સ્મૃતિ મંધાનાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણા રેકોર્ડ્સ નોંધાવ્યા છે. સ્મૃતિ વન-ડે ક્રિકેટમાં રન ચેઝ દરમિયાન સળંગ 10 વખત 50થી વધુનો સ્કોર નોંધાવનારી પ્રથમ મહિલા ક્રિકેટર છે. સ્મૃતિ મંધાના 2018 અને 2021માં આઈસીસી મહિલા ક્રિકેટર ઓફ ધ યર જાહેર થઈ હતી. આ ઉપરાંત તે 2018માં વિમેન્સ વન-ડે ક્રિકેટ ઓફ ધ યર પણ રહી હતી. સ્મૃતિ સિવાય એલિસા પેરી જ બે વખત આ એવોર્ડ જીતવામાં સફળ રહી છે. સ્મૃતિ કેપ્ટન હરમનપ્રીત કૌર બાદ ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન નોંધાવનારી ભારતીય ખેલાડી છે. 26 વર્ષીય સ્મૃતિની ગણના વિશ્વની સૌથી સુંદર ક્રિકેટર્સમાં થાય છે. તે પોતાના સ્ટાઈલિશ લૂકને લઈને પણ ચર્ચામાં રહે છે. તેને નેશનલ ક્રશ પણ કહેવામાં આવે છે. તે ઈન્સ્ટાગ્રામ પર ઘણી જ એક્ટિવ છે અને તેના 7 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે.

Exit mobile version