Today News

SL vs NED: શ્રીલંકા બન્યું વર્લ્ડ કપ ક્વોલિફાયરની ચેમ્પિયન, ફાઈનલમાં નેધરલેન્ડ્સને 128 રને હરાવ્યું – sri lanka become icc world cup qualifier by beating netherlands in final

SL vs NED: શ્રીલંકા બન્યું વર્લ્ડ કપ ક્વોલિફાયરની ચેમ્પિયન, ફાઈનલમાં નેધરલેન્ડ્સને 128 રને હરાવ્યું - sri lanka become icc world cup qualifier by beating netherlands in final


નવી દિલ્હીઃ ભારતમાં રમાનારા આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2023 માટે ઝિમ્બાબ્વેમાં ક્વોલિફાયર મેચો રમાઈ રહી હતી. વર્લ્ડ કપ માટે શ્રીલંકા અને નેધરલેન્ડ્સએ ક્વોલિફાય કરી લીધું છે. તો, હવે આજે એટલે કે 9 જુલાઈએ ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ કલ્બમાં શ્રીલંકા અને નેધરલેન્ડ્સ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. શ્રીલંકાએ આ મેચ સરળતાથી 128 રને જીતી લીધી હતી. શ્રીલંકાની ટીમ હવે આઈસીસી વર્લ્ડ કપ ક્વોલિફાયરની ચેમ્પિયન બની ગઈ છે.

નેધરલેન્ડ્સએ ફાઈનલમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાની ટીમ પહેલા બેટિંગ કરતા 233 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાની ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી ન હતી અને 47.5 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા માટે સૌથી વધુ 57 રન સહાન અર્ચિંગેએ બનાવ્યા. કુસલ મેન્ડિસએ 43 અને ચરિથ આસલંકાએ 36 રન બનાવ્યા. લોગન વેન બીપ, રયાન ક્લીન, વિક્રમજીત સિંહ અને સાકિબ જુલ્ફિકરએ 2-2 વિકેટ ઝડપી. તે ઉપરાંત આર્યન દત્તને પણ 1 સફળતા મળી.

બીજી ઈનિંગ્સમાં શ્રીલંકાના બોલિંગ જબરજસ્ત રહી. સૌથી વધુ 4 વિકેટ મહીશ તીક્ષણાએ લીધી હતી. તે ઉપરાંત દિલશાન મદુશંકાએ 3 વિકેટ ઝડપી હતી. નેધરલેન્ડ્સની ટીમ 25 ઓવર પણ રમી શકી ન હતી અને 105 રન બનાવી 23.3 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

શ્રીલંકાના સ્ટાર બોલર દિલશાન મદુશંકાએ ડચ ટીમની સામે શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું. તેણ 7 ઓવરમાં 2.47ની શાનદાર ઈકોનોમીથી 18 રન આપી 3 વિકેટ ઝડપી. આ દરમિયાન તેણે એક મેડન ઓવર પણ નાખી. દિલશાનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો.

Exit mobile version