Today News

single hand catch by virat, વિરાટ કોહલીએ એક હાથે ડાઈવ મારી ગજ્જબ કેચ પકડ્યો, જાડેજાએ મેદાન પર આ શું કર્યું! – virat kohli dive and perfect catch video viral

single hand catch by virat, વિરાટ કોહલીએ એક હાથે ડાઈવ મારી ગજ્જબ કેચ પકડ્યો, જાડેજાએ મેદાન પર આ શું કર્યું! - virat kohli dive and perfect catch video viral


બારબાડોસઃ વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ પહેલી વનડે મેચમાં ભારતીય ટીમના બોલરે શાનદાર રમત બતાવી હતી. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા ઉતરેલી કરેબિયન ટીમ ઘૂંટણિયે પડી ગઈ હતી. ઈન્ડિયન બોલર્સે માત્ર 23 ઓવરમાં આખી ટીમને સમેટી લીધી હતી. જ્યારે તેઓ માત્ર 114 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન બોલર સિવાય ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ પણ શાનદાર રહી છે. ખાસ કરીને વિરાટ કોહલીએ ઈનિંગની 18મી ઓવરમાં જે કેચ પકડ્યો હતો તેની પ્રશંસા ક્રિકેટ જગતમાં થઈ રહી છે.

18મી ઓવરમાં જાડેજાની શાનદાર બોલિંગ
ઉલ્લેખનીય છે કે રવીન્દ્ર જાડેજાએ ચોથા બોલ પર રોમારિયો શેફર્ડ સામે શાનદાર બોલિંગ કરી હતી. તેને સમજમાં જ ન આવ્યું કે આની સાથે શું થઈ રહ્યું છે. તે બોલને રિડ કરી શકે એ પહેલાં તો આઉટસાઈડ એડ્જ લઈને બોલ સીધી સેકન્ડ સ્લિપમાં ઉભેલા વિરાટ કોહલી પાસે પહોંચી ગયો હતો. જોકે કોહલી માટે આ કેચ સરળ નહોતો. તેને આ લો ગ્રાઉન્ડ કેચને પકડવા માટે બોડી ઘણું સ્ટ્રેચ કરવું પડ્યું હતું.

વિરાટની ફિટનેસની પ્રશંસા થઈ
નોંધનીય છે કે આ દરમિયાન વિરાટ કોહલીની ફિટનેસની પ્રશંસા થઈ રહી છે. જે ચપળતાથી તેણે આ કેચ પકડ્યો એનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી વિશ્વના સૌથી ફિટ ક્રિકેટર પૈકી એક છે. ફિલ્ડિંગ દરમિયાન પણ ભાગ્યે જ તેનાથી કેચ છૂટે છે.

વનડેમાં ભારતનો દબદબો
ઈન્ડિયન ટીમ માટે બોલિંગ કરવા કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાની જોડી સ્પિન કોમ્બિનેશનમાં મેદાનમાં ઉતરી હતી. તેણે પોતાની સ્પિનથી કેરેબિયન ખેલાડીઓને મુશ્કેલીમાં મુકી દીધા હતા. ઉલ્લેખનીય છે કે કુલદીપ યાદવે માત્ર 3 ઓવર જ બોલિંગ કરી જેમાં તેણે 6 રન આપી 4 વિકેટ લીધી હતી. જ્યારે બીજી બાજુ રવીન્દ્ર જાડેજાએ 6 ઓવરમાં 3 વિકેટ લીધી હતી. આના સિવાય હાર્દિક પંડ્યા, મુકેશ કુમાર અને શાર્દૂલ ઠાકુરે પણ 1-1 વિકેટ લીધી હતી. માત્ર ઉમરાન મલિક જ એવો હતો જેને એકપણ વિકેટ મળી નહોતી.

ભારતે 5 વિકેટથી મેચ જીતી
વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ પહેલી વનડે મેચમાં ઈન્ડિયન ટીમે 5 વિકેટથી જીત મેળવી લીધી છે. જોકે ભારત સામે માત્ર 15 રનનો ટાર્ગેટ હતો. તેવામાં રોહિત શર્માએ ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શાર્દૂલ ઠાકુર જેવા બેટરને પ્રમોટ કર્યા હતા પરંતુ તેઓ કઈ ખાસ ન કરી શક્યા. રોહિત શર્મા પોતે બેટિંગ માટે 7મા નંબર પર આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈશાન કિશને ભારત માટે શાનદાર ઈનિંગ રમી હતી અને 52 રન ફટકાર્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવ 19, જાડેજા 16 અને રોહિત શર્માએ 12 રન કર્યા હતા.

Exit mobile version