Today News

shweta sehrawat, વિમેન્સ U-19 WC: શ્વેતા અને શેફાલીનો ઝંઝાવાત, સાઉથ આફ્રિકા સામે ભારતનો આસાન વિજય – u19 womens world cup shweta sehrawat shafali verma propel india to commanding win over south africa

shweta sehrawat, વિમેન્સ U-19 WC: શ્વેતા અને શેફાલીનો ઝંઝાવાત, સાઉથ આફ્રિકા સામે ભારતનો આસાન વિજય - u19 womens world cup shweta sehrawat shafali verma propel india to commanding win over south africa


ઓપનર બેટર શ્વેતા સેહરાવતના અણનમ 92 રન અને કેપ્ટન શેફાલી વર્માના 16 બોલમાં 45 રનની મદદથી ભારતે આઈસીસી વિમેન્સ અંડર-19 ટી20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને સાત વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વિજયી શરૂઆત કરી છે. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતાં ભારત સામે 167 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. ભારત માટે શેફાલી અને સેહરાવતે સાત ઓવરમાં 77 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારત માટે 51 ટી20, બે ટેસ્ટ અને 21 વન-ડે રમી ચૂકેલી શેફાલી શાનદાર ફોર્મમાં જોવા મળી હતી.

તેણે સાઉથ આફ્રિકન બોલર્સ સામે લાજવાબ બેટિંગ કરી હતી અને તેમની ધોલાઈ કરી હતી. પોતાની ઈનિંગ્સ દરમિયાન તેણે નવ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. શેફાલી આઠમી ઓવરમાં સ્પિનર મિયાને સ્મિટના બોલ પર આઉટ થઈ હતી. જ્યારે સેહરાવતે 57 બોલની પોતાની ઈનિંગ્સમાં 20 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે 21 બોલ બાકી રાખતાં ભારતને વિજય સુધી પહોંચાડ્યું હતું. આ ઉપરાંત ભારત માટે ત્રિશાએ 10 અને સૌમ્યા તિવારીએ 10 રનનું યોગદાન આપ્યું હતું. ભારતે 16.3 ઓવરમાં 170 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી.

શેફાલીએ બોલિંગમાં પણ કમાલ કરતા બે વિકેટ ઝડપી હતી. સાઉથ આફ્રિકા માટે સિમોન લોરેન્સે 44 બોલમાં 61 રન ફટકાર્યા હતા. જ્યારે ઈલોન્ડ્રી જાન્સે વાન રેન્સબર્ગે 13 બોલમાં 23 રન નોંધાવ્યા હતા. સ્પિનર સોનમ યાદવે રેન્સબર્ગને વિકેટ પાછળ રિચા દોષના હાથે કેચ આઉટ કરાવીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ શેફાલીએ ઓલુહલે સિયોને પેવેલિયન ભેગી કરી હતી. લોરેન્સ 17મી ઓવરમાં રન આઉટ થઈ ત્યારબાદ યજમાન ટીમની રન ગતિ પર નિયંત્રણ આવી ગયું હતું. એક સમયે સાઉથ આફ્રિકા મોટો સ્કોર નોંધાવશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ અંતે ટીમે પાંચ વિકેટે 166 રન નોંધાવ્યા હતા.

Exit mobile version