Shubman Gill two thousand runs record, IPLમાં શુભમન ગિલનું મોટું કારનામું, જોત-જોતામાં બની ગયો અનોખો રેકોર્ડ - ipl 2023 shubman gill become second youngest batsman to complete two thousand runs

Shubman Gill two thousand runs record, IPLમાં શુભમન ગિલનું મોટું કારનામું, જોત-જોતામાં બની ગયો અનોખો રેકોર્ડ – ipl 2023 shubman gill become second youngest batsman to complete two thousand runs


હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 13મી મેચમાં ગુજરાત ટાઈટન્સના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. શુભમને લીગમાં સૌથી ઓછી ઉંમરમાં 2 હજાર રન બનાવનારો બીજો બેટ્સમેન બની ગયો છે. શુભમને 23 વર્ષ 214 દિવસની ઉંમરે પોતાના બે હજાર રન પૂરા કર્યા. આ મામલે દિલ્હી કેપિટલ્સનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પહેલા નંબરે છે. પંતે 23 વર્ષ અને 27 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી હતી.

શુભમન જોકે, કેકેઆર સામે ગુજરાત માટે મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો, પરંતુ તેણે ઈનિંગ્સની શરૂઆત કરતા 39 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 31 દડાનો સામનો કર્યો, જેમાં તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. શુભમને આઈપીએલમાં 2 હજાર રન પૂરા કરવાની સાથે 200 ચોગ્ગા પણ પૂરા કર્યા. આ મેચ પહેલા તેના નામે 197 ચોગ્ગા નોંધાયેલા હતા.

શુભમન ગિલે અત્યાર સુધીમાં આઈપીએલની 77 મેચોમાં 2004 રન બનાવ્યા છે. જેમાં 15 અડધી સદી સામેલ છે. તેનો હાઈએસ્ટ સ્કોર 98 રન છે. શુભમનને વર્ષ 2022માં ગુજરાત ટાઈટન્સે 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એ વખતે ગુજરાત ટાઈટન્સ ટૂર્નામેન્ટ જીત્યું તેમાં શુભમન ગિલનો મહત્વનો ફાળો રહ્યો હતો.

કેકેઆર સામેની મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચમાં શુભમન ગિલની સાથે રિદ્ધિમાન સાહા બેટિંગ કરવા ઉતર્યો હતો. આ બંને વચ્ચે પહેલી વિકેટ માટે 33 રનની ભાગીદારી થઈ. આ દરમિયાન સાહા માત્ર 17 રન બનાવી આઉટ થઈ ગયો હતો.

સાહા અને શુભમને આપેલી દમદાર શરૂઆત પછી ગુજરાત માટે સાઈ સુદર્શને ઈનિંગ્સને સંભાળી. સુદર્શને ટીમ માટે 38 દડામાં 53 રન બનાવ્યા. જેમાં તેણે 3 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

તે ઉપરાંત અભિનવ મનોહરે પણ 8 દડામાં 3 ચોગ્ગા ફટકારી 14 રન બનાવ્યા. જોકે, તે સારી શરૂઆત બાદ આઉટ થઈ ગયો હતો. પરંતુ, અસલી રંગ વિજય શંકરે જમાવ્યો. વિજય શંકરે ગુજરાત માટે 24 દડામાં 63 રનની ઈનિંગ્સ રમી. આ દરમિયાન તેણે 5 છગ્ગા અને 4 ચોગ્ગા માર્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *