હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
સચિન તેંડુલકરે શુભમન ગિલ સાથે કરી વાત
શુભમન ગિલના આઈપીએલ 2023માં ત્રણ સદી થઈ ગયા છે. આ સીઝન પહેલા તેના નામ પર એક પણ સદી નહોતી. આ ત્રણ સદી છેલ્લી ચાર મેચમાં આવી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પહેલી સદી ફટકાર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે બીજી સદી મારી હતી. ચેન્નઈ સુપર કિંગ્સ સામે પહેલા ક્લોલિફાયરમાં તે સેટ થયા બાદ આઉટ થયો હતો. હવે ફાઈનલમાં ફરી એકવાર ગિલ સામે ચેન્નઈની બોલિંગ થશે.
મુંબઈ ઈન્ડિયન્સની હાર બાદ પણ કેમ હસી પડ્યો રોહિત? શુભમન વિશે કહી દીધી મોટી વાત
ફોર્મમાં છે શુભમન ગિલ
શુભમન ગિલ માટે 2023નું વર્ષ સપના સમાન છે. વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ સામેની વનડેમાં તેણે બેવડી સદી ફટકારી હતી. આ સિવાય ન્યૂઝીલેન્ડ સામે જ ટી20 ઈન્ટરનેશનલમાં તેણે સારી બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં તેણે સદી ફટકારી હતી. આઈપીએલ ફાઈનલ બાદ ભારત ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાનો છે. વર્ષના અંતમાં વર્લ્ડ કપ પણ છે.
GT vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હાર માટે રોહિત શર્મા સહિત આ પાંચ ખેલાડીઓ જવાબદાર! ભારે પડી આ ભૂલો
GTના ખેલાડીઓે કરી ઉજવણી
ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સ ગત વર્ષે લોન્ચ થઈ હતી અને પહેલી જ વખતમાં ચેમ્પિયન બન્યું હતું. આ વર્ષે પણ ગુજરાતને ટ્રોફી જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. તેવામાં જ્યારે શુક્રવારે મુંબઈ સામે જીત મળી તો બધા ખેલાડીઓ ઝૂમી ઉઠ્યા હતા. મુંબઈ માટે છેલ્લી વિકેટ મોહિત શર્માએ લીધી હતી. તેનું પર્ફોર્મન્સ આ મેચમાં કંઈક અલગ જ હતું, તેણે કુલ પાંચ વિકેટ લીધી હતી. જ્યારે મોહિતે છેલ્લી વિકેટ લીધી ત્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાએ નમીને તેનું સન્માન કર્યું હતું. આ સિવાય મેચ ખતમ થયા બાજ કેપ્ટન પંડ્યા શુભમન ગિલ પાસે ગયો હતો અને તેને કિસ કરીને અભિનંદન આપ્યા હતા. આ સિવાય મેદાન પર જોશુઆ લિટલ અને શુભમન વચ્ચે પણ બ્રોમાન્સ જોવા મળ્યો હતો.
WTCમાં ઓપનિંગ કરશે શુભમન ગિલ
મેન ઓફ ધ મેચની ટ્રોફી જીત્યા બાદ શુભમન ગિલે કહ્યું હતું કે, વેસ્ટ ઈન્ડિઝની ટુર બાદ તેણે ગિયર બદલવાનું શરૂ કર્યું હતું. ગત વર્ષે પણ તે આઈપીએલ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ ગેમ રમતો રહ્યો હતો. ટી20 વર્લ્ડ કપ બાદ તેણે કેટલાક ટેકનિકલ ફેરફાર કર્યા છે. શુભમનના પર્ફોર્મન્સને જોઈને રોહિત શર્મા પણ ખુશ થયો હતો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિત સાથે શુભમન ઓપનિંગ કરવાનો છે, ત્યારે તેણે તેમાં પણ તે સારું જ રમશે તેવી આશા વ્યક્ત કરી હતી.
Read latest Cricket News and Gujarati News